Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જામનગર જિલ્લા જેલના જેલ સહાયક વતી 5 હજારની લાંચ સ્વીકારતો વચેટીયો ઝડપાયો

જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવા માટે લાંચ માંગી હતી

જામનગર જીલ્લા જેલ ખાતે હોય તેને જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવાની અવેજ પેટે જેલ સહાયક વતી 5 હજારની લાંચ સ્વીકારતો વચેટીયો ઝડપાયો છે એસીબીએ આરોપી (૧) અશ્વિનભાઇ મણીશંકર જાની, જેલ સહાયક, વર્ગ-૩, જામનગર જીલ્લા જેલ જી.જામનગર (૨) મછાભાઇ કમાભાઇ જાદવ, (પ્રજાજન) રહે.જામનગર સામે ગુન્હો દાખલ કર્યો છે એસીબીએ જામનગર જીલ્લા જેલની દિવાલ પાસે, જય રવરાય કુપા, માલધારી ચાની હોટલ, જી.જામનગર  ખાતે ટ્રેપ ગોઠવી હતી

આ કામના ફરીયાદીનો ભાઇ જામનગર જીલ્લા જેલ ખાતે હોય તેને જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવાની અવેજ પેટે આરોપી નં.૧નાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરી ફરીયાદી પાસે રૂા.૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ નાએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર વાત કરી પોતે બહાર હોવાનુ જણાવી લાંચની રકમ આરોપી નં.૨ ને આપી દેવા કહેતા ફરીયાદી તથા પંચ-૧ આરોપી નં.૨ પાસે જતા આરોપી નં.૨ એ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદીના ફોનથી આરોપી નં.૨ નાએ આરોપી નં.૧ સાથે વાતચીત કરતા આરોપી નં.૧ નાએ આરોપી નં.૨ ને ફરીયાદી પાસેથી લાંચની રકમ લઇ લેવા જણાવતા આરોપી નં.૨ એ ફરીયાદી પાસેથી પંચ-૧ ની હાજરીમાં લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ ગયેલ અને આરોપી નં.૧ હાજર મળી આવેલ નહી આમ આરોપી નં.૧ નાએ પોતાનાં રાજયસેવક તરીકેનાં હોદાનો દુરૂપયોગ કરી આરોપી નં.૨ નાએ મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.ઉપરોકત આરોપી નં.૨ને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારી ડી.વી.રાણા, પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી.પો.સ્ટે.સુ રેન્દ્રનગર તથા સ્ટાફ,સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજા, મદદનીશ નિયામક,એસીબી રાજકોટ એકમ રહ્યાં હતા

(11:06 pm IST)