Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સુરેન્‍દ્રનગરમાં ડીવાયએસપીનું સન્‍માન

વઢવાણ : સુરેન્‍દ્રનગરમાં શહેરી વિસ્‍તારમાં શાંતિપૂર્ણ રીતે ઇદે મિલાદની ઉજવણીમાં પોલીસ સહકાર બદલ ડીવાયએસપી હિમાંશુભાઇનું સન્‍માન મુસ્‍લિમ બિરાદરોઅ કર્યું હતુ સાથે ઇદ-એ-મિલાદના જુલુસ અને અન્‍ય ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ ગાઇડલાઇનનુ ચુસ્‍તપણે પાલન કરવાનું જણાવવામાં આવ્‍યું હતુ કે અનુસાર જ મુસ્‍લિમ બિરદારો દ્વારા જાહેરનામાનો કડક અમલ કરી અને ઇદ-એ-મિલાદની ઉજવણી કરી છે. ઇદે-એ-મિલાદની ઉજવણી સરકારી ગાઇડલાઇન મુજબ કરવામાં આવી છે. તેવા સંજોગોમાં મુસ્‍લિમ બિરાદરો દ્વારા સુરેન્‍દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઇ દોશી અને સુરેન્‍દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઇ વી.વી.ત્રિવેદીનું સન્‍માન કરવામાં આવ્‍યુ છે. સન્‍માન કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર.

 

(10:33 am IST)