Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કચ્છમાં બે નામીચા બુટલેગર અને એક માથાભારે શખ્સ સહિત ત્રણ પાસા હેઠળ જેલમાં ધકેલાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કચ્છમાં વાગડ વિસ્તારના બે નામીચા બુટલેગરોને ઝડપીને પોલીસે પાસા હેઠળ જેલમાં ધકેલી દીધા છે.ઙ્ગ ઙ્ગરાપરના બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેંદિયો જીવણ કોલીને વડોદરા જેલમાં જયારે રાપરના અન્ય બુટલેગર અરવિંદ માદેવા દેસાઈને સુરતની લાજપોરઙ્ગ જેલમાં મોકલી દેવાયો છે.

ત્રીજી ધરપકડ ભુજના માથાભારે યુવાન નરેન્દ્રસિંહ રવાજી જાડેજાની કરાઈ છે. બળાત્કાર અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ નરેન્દ્રસિંહ રવાજી જાડેજાને પાસા હેઠળ ઝડપી સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે. પૂર્વ અને પશ્યિમ કચ્છ પોલીસ દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત બાદ કલેકટરે આપેલી મંજૂરીને પગલે આ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(10:38 am IST)