Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દ્વારકા વેરાવળ સહિત ગુજરાતમાં ૨૦ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે : કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ

રૂ. ૪ કરોડના ખર્ચે કચ્છના માંડવીના દરિયા કિનારે રાવળપીર તીર્થસ્થાન પાસે અદ્યતન લાઇટ હાઉસનું નિર્માણ, લાઇટ હાઉસ બનશે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કેન્દ્રિય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે કચ્છના રાવળપીર માંડવીના દરિયા કિનારે નવનિર્મિત લાઇટ હાઉસનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના લાઇટ હાઉસીસ અને લાઇટ શિપ્સ વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં અનેક સુરક્ષાના અને વિકાસના કામો કરવામાંઙ્ગ આવે છે જે અન્વયે રૂ.૪ કરોડના ખર્ચે માંડવીની નજીક આવેલા રાવળપીર મંદીર તીર્થસ્થાન નજીક ૩૧ મીટર ઉંચા તેમજ અદ્યતન તકનીક સાથેના લાઇટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દરિયાઇ માર્ગે પ્રકાશ દ્વારા જહાજોનું માર્ગદર્શન કરશે. જેનું કેન્દ્રિય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતુ કે, શ્યામજી કૃષ્ણા વર્માની આ પ્રવિત્ર ભૂમિને હું વંદન કરું છું. કચ્છના લોકોએ તેમના સુંદર વ્યવહાર થકી અહીંની ભવ્ય સંસ્કૃતિ અને સભ્યતાની ઝાંખી કરાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોને એક તાંતણે જોડીને દરેક વર્ગને નવો ઉત્સાહ અને તાકાત આપીને તેમના નેતૃત્વમાં ઉઠીને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી છે. તેમણે દ્રઢ મનોબળ, સહયોગ અને નૂતન દિશાદર્શન થકી નોર્થઇસ્ટ જેવા અનેક પછાત ગણાતાઙ્ગ વિસ્તારોનેઙ્ગ વિશ્વના નકશા પર ઊજાગર કર્યા છે.

લાઇટ હાઉસની વાત કરતાં તેમણે જણાવ્યું હતુ કે આ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આવી જ રીતે દ્વારકા, વેરાવળ સહિત ત્રણ લાઇટ હાઉસ નિમાર્ણધીન છે અને કુલ ૨૦ લાઇટ હાઉસને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ગુજરાતમાં વિકસાવવામાં આવશે. આવા લાઇટ હાઉસ થકી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ડાયરેકટર જનરલ ઓફ લાઇટ હાઉસીંસ એન્ડ લાઇટશીપ્સ એમ.મુર્ગનંદન, ડી.જી.એલ.એલ.ના રામપ્રકાશન. માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,ઙ્ગ ડી.પી.ટી.ના ચેરમેન સંજય મેહતા તેમજ ડી.જી.એલ.એલ.ડેપ્યુટી ડાયરેકટર ધર્મવીર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.

(10:39 am IST)