Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોરબી એસટી ડેપોના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

વિવિધ ૨૦ પડતર પ્રશ્નો અંગે એસટીના યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન ત્રણ યુનિયનના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ

મોરબી : રાજ્યના એસટી કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્નો મામલે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હોય જે અંતર્ગત આજે મોરબી એસટી ડેપોના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ તા. ૨૧ ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે જેથી બુધવારે મધરાત્રીથી જ એસટીના પૈડા થંભી જશે.

એસટી વિભાગના ત્રણેય યુનિયનના કર્મચારીઓ દ્વારા આજે મોરબી એસટી ડેપો ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અગાઉ કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો છતાં પડતર ૨૦ પ્રશ્નોનો ઉકેલ આવ્યો ના હોય જેથી મોરબી ખાતે યુનિયનના નેજા હેઠળ કર્મચારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તા. ૨૧ ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ પર જવાનું એલાન કર્યું છે જેથી બુધવારે રાત્રીથી જ એસટીના પૈડા થંભી જશે અને મોરબી ડેપોથી ચાલતી અનેક ટ્રીપ પર તેની અસર થશે.
મોરબી એસટી ડેપોના કર્મચારીઓએ આજે ઘંટનાદનો કાર્યક્રમ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને તા. ૨૧ ના રોજ એક દિવસના માસ સીએલ પર જશે અને ત્યારબાદ પણ નયન ના મળે તો આંદોલન વધુ જલદ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

(10:51 am IST)