Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કચ્છથી કેવડીયા સુધી યોજાનાર બાઈક રેલી મોરબી પધારશે.

મોરબી :  ગુજરાત પોલીસ દ્વારા તા. ૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત કચ્છથી કેવડીયા જતી બાઈક રેલી મોરબી પધારશે જ્યાં સ્વાગત કરવામાં આવશે
 ગુજરાત પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી બાઈક રેલીનું આયોજન કરાયું છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે ૨૫ બાઈકસવાર બાઈક રેલી યોજી કેવડીયા પહોંચશે જે બાઈક રેલી તા. ૨૧ ના રોજ મોરબી જીલ્લામાં પહોંચશે અને વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે
   ૨૧ ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે માળિયાની ગેલોપ્સ હોટલ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, તા. ૨૧ ના રોજ બપોરે ૧ : ૩૦ કલાકે માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય પરષોતમ સાબરીયા તેમજ બપોરે ૩ કલાકે લજાઈ ચોકડી ટંકારા નજીક ગ્રીન વેલી સ્કૂલ ખાતે મોરબી જીલ્લા પ્રભારી પુર્ણેશ મોદી ઉપસ્થિત રહી બાઈક રેલીનું સ્વાગત કરશે તેમ રેંજ આઈજી સંદીપસિંહ, જીલ્લા કલેકટર જે બી પટેલ અને જીલ્લા એસપી એસ આર ઓડેદરાએ જણાવ્યું છે.

(10:52 am IST)