Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોરબી જીલ્લામાં ન્યુમોકોક્લ વેક્સીન અભિયાનનો શુભારંભ કરાયો

સિવિલ હોસ્પિટલ સહીત જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા કક્ષાએ સરકારી હોસ્પિટલ ખાતે વેક્સીન આપવાનું અભિયાન

મોરબી :  રાજ્ય સરકારની સુચના મુજબ તા. ૨૦ ને બુધવારથી સમગ્ર રાજ્યમાં ન્યુમોનિયા ન્યુમોકોક્લ વેક્સીન આપવાની કામગીરી શરુ કરવામાં આવી હતી મોરબી જીલ્લામાં બુધવારથી વેક્સીન આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે મોરબીની સિવિલ હોસ્પિટલ સહીત જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા કક્ષાએ સરકારી હોસ્પિટલ ખાતે વેક્સીન આપવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે
ન્યુમોનીયા રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે ન્યુમોકોક્લ વેક્સીન છ અઠવાડિયાની ઉમરથી જયારે શિશુઓને રોગોનું જોખમ સૌથી વધારે હોય છે તે સમયથી બાળકોની રક્ષા કરે છે આ રસી ન્યુમોકોક્લ રોગના સૌથી ગંભીર પ્રકાર જેવા કે ન્યુમોનિયા, મેનીન્જાઇટીસ, બેકટેરેમીયા વિરુદ્ધ રક્ષા કરે છે
બાળકોને ન્યુમોકોક્લ વેક્સીનનો છ અઠવાડિયાની ઉમરે (દોઢ માસ) પ્રથમ ડોઝ, ૧૪ અઠવાડિયા (સાડા ત્રણ માસ) ઉમરે બીજો ડોઝ અને ૯ મહિનાની ઉમરે બુસ્ટર ડોઝ આપવામાં આવશે ન્યુમોકોક્લ વેક્સીન (pcv) નો સ્ટોક મોરબી જીલ્લામાં આવી ગયો હોય જેથી આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજથી મોરબી જીલ્લામાં છ અઠવાડિયાની ઉમર ધરાવતા બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવી છે  મોરબી જીલ્લાની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસી આપવામાં આવી હતી.

(10:55 am IST)