Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગોંડલમાં પદયાત્રી આત્મરામજી સ્વામીનું આગમન

૧૧ વર્ષમાં ૮૧,૦૦૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે : વિશ્વના ૪૫ દેશોનો પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર કર્યો છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૨૧: કહેવાય છે કે માનવી ધારે તો દરેક સંકલ્પો સિધ્ધ થતા હોય છે. યુવા અવસ્થામાં કરેલા સંકલ્પો આત્મારામજી સ્વામી હાલ પૂર્ણ કરી રહ્યા છે.

હિન્દુ સંસ્કૃતિમાં સંતોએ હમેશા સમાજને કાઇક અને કાઇક આપ્યું છે. આ સનાતન ધર્મની પરંપરા આજે પણ જીવંત છે. સમગ્ર વિશ્વની પદયાત્રા કરી એક સાધુ ભારતીય સંષ્કૃતિનું પ્રચાર કરી રહયા છે. જેમનું નામ છે આત્મારામજી હાલ તેઓ હિન્દુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ચોટીલાથી સોમનાથ દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે આત્મારામજી મૂળ અમરેલીના વિસાવદર ગામના છે તેઓએઙ્ગ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરેથી પદયાત્રાનો પ્રારંભ કરીને દ્યેલા સોમનાથ, જસદણ, આટકોટ થઈને ગોંડલ પહોંચ્યા છે. આત્મારામજી એ યુવા અવસ્થામાં કરેલ સંકલ્પ આજે પણ તેઓ પૂર્ણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.ઙ્ગ

વર્તમાન સમયમાં સોમનાથ યાત્રાએ જઈ રહેલા પદયાત્રી આત્મારામજી સ્વામીએ પોતાની યુવા અવસ્થામાં ૧૨ જયોતિર્લિંગના દર્શન પાંચ વખત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે વિશ્વના ૪૫ દેશોનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર કયો છે. માત્ર ફ્રૂટ ખાઈ અને દૂધ પી ને તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે . લોકો પણ આત્મારામજીના પ્રયાસને બિરદાવી રહ્યા છે.ઙ્ગ

આત્મારામજી સ્વામીએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. અને સુખી સંપન્ન પરિવાર ધરાવતા હોવા છ્તા તેઓ વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

(11:02 am IST)