Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોરબીના શકત શનાળા ગામે ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદપુનમ નિમિતે હવન યોજાયો.

મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી શરદ પુનમના પાવન પર્વે યજ્ઞનું આયોજન કરાય છે ત્યારે પરંપરા મુજબ આજે શરદ પૂર્ણિમા નિમિતે ૩૩ માં હવનનું આયોજન કરાયું હતું
મોરબી અને ટંકારામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા આજે શ્રી શક્તિ માતાજી મંદિર, શકત શનાળા મોરબી ખાતે હવન યજ્ઞાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જે હવનના કાર્યક્રમમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કોરોના મહામારીને પગલે દર વર્ષે યોજાતી ધર્મસભા અને પ્રસાદ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા માત્ર હવનનું આયોજન કરાયું હતું
હવનના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, શકત શનાળા મોરબીના પ્રમુખ બાપાલાલસિંહ ઝાલા, ઉપપ્રમુખ લાલુભા ઝાલા અને મંત્રી યુવરાજસિંહ ઝાલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:03 am IST)