Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વિરપુર : પાક સહાય પેકેજ સામે નારાજગી

 વીરપુર (જલારામ) : સૌરાષ્ટ્ર ભરમાં વરસેલા અનરાધાર વરસાદે ખેડૂતોએ વાવેલા મગફળી,કપાસ,સોયાબીન ડુંગળી સહિતના પાકમાં મોટી નુકસાની સર્જી છે જેમને લઈને રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટ જિલ્લાના અનેક ગામોની બાદબાકી કરેલ છે અને હેકટર દીઠ ૧૩૦૦૦ રૂપિયાની જાહેરાત ને લઈને ખેડૂતોમાં રોષ અને નારાજગી જોવા મળી હતી ત્યારે આ સહાય બાબતે યાત્રાધામ વીરપુરના ખેડૂતો સાથે ખાસ વાતચિત કરી હતી,આ સહાયથી ખેડૂતો કરેલ ખર્ચ સામે આ વળતર ખેડૂતો માટે પૂરતું નથી,જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરમાં નુકશાની નો સર્વે પણ ન થયો હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો,જે ખેડૂતોને નુકશાની ગઈ છે તેવા ખેડૂતોને વળતર મળવું જોઈએ,ખેડૂતોને વધુ માં વધુ ૨ હેકટર નહિ પણ ૪ હેકટર સુધી સહાય ચૂકવી જોઈએ,ત્યારે ખેડૂતો એ સરકારની આ સહાય લોલીપોપ ગણાવી હતી સાથે, સરકારની આ સહાય થી ખેડૂતો નારાજ જોવા મળ્યા હતા.તે તસ્વીર.

(11:43 am IST)