Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કોડીનારના ગોહિલની ખાણ ગામની મતદાર યાદી પ્રસિધ્ધ ન કરાય તો ઉપવાસ-ધરણાની ચિમકી

સરપંચ અને તલાટી મંત્રી દ્વારા નિવૃત તલાટી પાસે નિયમ વિરૂધ્ધ ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો આક્ષેપ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ર૧: તાલુકાના ગોહિલની ખાણ ગામની આગામી ડિસેમ્બર-ર૧ મા યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણી માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ મતદાર યાદીમાં ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા નિવૃત તલાટી મંત્રી પાસે નિયમ વિરૂધ્ધ ખોટા દસ્તાવેજ ઉભા કરી ભૌગોલીક અસમાનતા દર્શાવતી વોર્ડવાઇઝની મતદાર યાદી રદ કરવા અને નવી મતદાર યાદી પ્રસિધ્ધ ના થાય ત્યાં સુધી ગોહિલની ખાણ ગામની ગ્રામ પંચાયતની ચુંટણી નહી યોજવા વિરસીંગભાઇ બાલુભાઇ ગોહિલ (ગ્રામપંચાયતના સભ્ય) સહીત ગ્રામજનો અને મતદારોએ માંગણી કરતું એક આવેદનપત્ર મુખ્ય ચુંટણી અધિકારી ગાંધીનગરને મોકલી આપેલ છ.ે

નવી મતદાર યાદી પ્રસિધ્ધ નહી કરવામાં આવે તો ગોહિલની ખાણ ગામના ગ્રામજનો મતદારો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ ધરણા સહિતના કાર્યક્રમો આપશે તેમજ આવનારી ચુંટણીમાં ગ્રામજનો સામુહિક બહીષ્કાર કરી અન્ય જલદ કાર્યક્રમો આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(11:46 am IST)