Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઉનાના સૈયદ રાજપરામાં ખૂની હૂમલો કરનારા ૮ શખ્સો સામે ગંભીર કલમો ઉમેરી ધરપકડ કરવા આવેદન પત્ર

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૧ :.. તાલુકાના સૈયદ રાજપરા ગામે આઠ શખ્સોએ યુવાન ઉપર હથીયારો વડે ખુની હુમલો કરેલ તેની સામે ગંભીર કલમો ઉમેરી ધરપકડ કરવા કલેકટરશ્રીને આવેદન પત્ર આપી ગ્રામજનોએ માંગણી કરી હતી.

સૈયદ રાજપરા ગામે રહેતા નરેશભાઇ કિશનભાઇ ત્થા તેના કાકાના દિકરા અશોક ગરબી જોવા ગયા હતા ત્યારે ખોડીયાર મંદિર પાસે સૈયદ રાજપરાનાં (૧) હરેશ રમેશ (ર) અશ્વીન રમેશ (૩) દિનેશ કિશન (૪) કાન્તી ઉકા પરમાર (પ) જયેશ હરેશ બાંભણીયા (૬) ઇશ્વર લાખા, (૭) રોહીત સુકર સોલંકી (૮) રમેશ વીરા બાંભાણીયા રે. સૈયદ રાજપરા વાળા, ગે. કા. મંડળી રચી છરી, લાકડાના ધોકા જીવલેણ હથીયાર લઇ ગાળો બોલી તારો ભાઇ ભરત કિશન કેમ જયેશ હરેશની સાથે માથાકુટ કરે છે. તેમ કહી. છરી વડે ત્થા ધોકા વડે માર મારવા લાગતા જમણા પડખામાં માથામાં ગંભીર ઇજા થઇ હતી.

મારા મારીમાં ગળામાં પહેરેલ બે તોલા સોનાનો ચેન પડી ગયેલ હતો. પ્રથમ ઉના વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ હતાં. આ અંગે નવાબંદર મરીને પોલીસમાં ફરીયાદ નોંધાવતા કલમ ૩૦૭ ને બદલે માત્ર ૩ર૪ લીધેલ અને ચેન લંૂટ ગયાનું જણાવેલ તો પડી ગુમ થયાનું લખેલ છે.

આ બનાવને ૬ દિવસ થયા છતા પોલીસ આરોપીને પકડતી નથી તેથી ગામના આગેવાનો ઉના પ્રાંત કચેરીએ આવી. નાયબ કલેકટરશ્રી ઉનાને લખેલ આવેદન પત્ર પ્રાંત કચેરીના અધિકારી અજીતભાઇ જોશીને આપી તેમજ ગેરકાયદે રેતી ખોદકામ બાબતે નરેશભાઇ રાઠોડે ઉચ્ચકક્ષાએ અગાઉ રજૂઆત કરેલ પરંતુ કોઇ કાર્યવાહી કરી નથી. આ મનદુઃખને હિસાબે ખુની હૂમલો કરાવેલ છે. આ શખ્સો ફરીયાદીના પરિવારને ધમકીઓ આપે છે. હજુ વધુ હુમલાની દહેશત છે. ફરીયાદી ત્થા પરિવારને સરકાર દ્વારા સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપવા માંગણી કરી છે.

(11:49 am IST)