Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર 'દેહવ્યાપારના ગોરખધંધા સાથે લૂંટ'

ગેંગ સક્રિય અજાણી યુવતિને રોડ ઉપર રાત્રે ઉભી રાખી અને લાલચ આપી વાહનચાલકો સાથે લૂંટ કરવાના બનાવમાં વધારો થતા ચકચાર : વાહનો ઉભા રાખી ગુપ્ત જગ્યાએ લઇ જઇ લૂંટ : ટોળકી હોથિયારો લઇ ચોક્કસ નક્કી કરેલી જગ્યામાં ઉભી રહે છે : યુવતી નક્કી કરેલી જગ્યામાં લાવે છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધતા રહ્યા છે જિલ્લાના હાઈવે ઉપરઙ્ગ લૂંટના બનાવો વધી રહ્યા છે જેને લઇને જિલ્લાવાસીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ખાસ કરી હાઈવે ઉપરથી પસાર થઇ રહેલા વાહનચાલકોને ઉભા રાખી અને તેમને લૂંટી લેવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને આ બાબતે અનેક વખત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે છતાં પણ આવા લૂંટના આરોપીઓને ઝડપી રહ્યા નથી જેને લઇને અનેક પ્રકારના સવાલો જિલ્લાવાસીઓમાં ઉભા થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપર ના ગામો આવેલા છે ત્યાં ટોળકીઓ સક્રિય બની છે ખાસ કરી લીમડી હાઇવે ઉપર છેલ્લા અનેક વર્ષોથી ગોરખધંધા ઓ કરવામાં આવી રહ્યા છે લીમડી અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર દેહવેપારના ધંધાઓ વધતા જઈ રહ્યા હોય રોષ જોવા મળી રહ્યો છે.

આવા ગોરખધંધા સાથે સંકળાયેલા શખ્સો દ્વારા રાત્રી દરમિયાન લૂંટ કરવામાં આવતી હોવાની રાવ છે આ મામલે પોલીસ જાગૃત બની અને આવા લૂંટ કરતાં અને ઝડપી લે તે હવે જરૂરી બન્યું છે કારણ કે છેલ્લા ચાર માસમાં ૧૯ જેટલા લોકોને આ પ્રકારે લૂંટી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ છે અને સૂત્રો પાસેથી વિગત પણ મળી રહી છે. હાઈવે ઉપર રાત્રી દરમિયાન આખી ગેંગ ઉભી રહે છે અનેઙ્ગ રાત્રી દરમિયાન હાઇવે ઉપર સુંદર યુવતીને ઉભી રાખવામાં આવી રહી છે અને સુંદર યુવતી એની વાતચીત વાહન ચાલકો સાથે કરે છે અને નિશ્યિત કરેલી જગ્યા ઉપર વાહન ચાલકોને લઈ જઈ અને દેહવેપારના નામે લૂંટી લેવામાં આવી રહ્યા છે ત્યારે જ નિશ્યિત કરેલી જગ્યા હોય તે સ્થળે આખી ગેંગ ઉભી રહે છે અને આવેલ વાહન ચાલક સાથે મારઝૂડ કરી અને તેની પાસે રહેલા પૈસા મોબાઇલ ફોન સોના-ચાંદી ઝવેરાતની વસ્તુઓ અને તેની પાસે રહેલી વસ્તુઓ લઈ લેવામાં આવે છે.

લૂંટમાં આ તમામ લોકો ભાગ પાડે છે જેમાં લૂંટ બાદ જે યુવતી હાઇવે ઉપર ઊભી હતી અને વાહન ચાલકને એકલતાની જગ્યાએ લાવી હતી તેને લૂંટના ૫૦ ટકા હિસ્સો આપી દેવામાં આવે છે અને તેની સાથે રહેલી ગેગ ૫૦ ટકા હિસ્સામાં ભાગ પાડતી હોય છે તેવી ફરિયાદ ઉઠવા પામી છે.

રાત્રી દરમ્યાન ઇકો કાર રીક્ષા અન્ય વાહનોનો ઉપયોગ કરી અને આવી લૂંટ કરતી હોય છે તેવા સંજોગોમાં વાહનચાલકો પાસે રહેલી તમામ પ્રકારની સામગ્રી લઈ લેવામાં આવે છે ત્યારબાદ તેના હાઇવે ઉપર છોડી મૂકવામાં આવે છે ત્યારે વાહન ચાલક રડતા રડતા જયાં જવું હોય ત્યાં જતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે તેવા સંજોગોમાં આ મામલે હવે પોલીસ કામગીરી આગળ વધારી અને આવા ગોરખધંધા સાથે લૂંટ કરનાર ગેંગને ઝડપી લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

(11:48 am IST)