Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોરબંદરશ્રી હરિમંદિરે પુ. ભાઇશ્રીના સાનિધ્યમાં શરદોત્સવની ઉજવણી

જુનાગઢ : પોરબંદર સાંદીપની ઞ્શ્રી હરિમંદિર ખાતે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પુ.ભાઇશ્રી મંદિર ખાતે રાધે રાધે કિર્તનનું ગાન કરાયેલ. તેમજ ચંદ્રનારાયણનું પુજન દર્શન કરાયા હતા. આ પ્રસંગે સૌ. ઋુષિકુમારો સાથે જોડાય શાસ્ત્રોકવિધી સાથે પુજન કર્યુ હતુ. બાદમાં પુ.ભાઇશ્રીએ ચંદ્રનારાયણને દંડવત પ્રણામ કર્યા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:47 pm IST)