Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગુજરાત કોંગ્રેસમાં સિનિયર અને વફાદાર વિરજીભાઈ ઠુમ્મરને જવાબદારી સોંપો

સાવરકુંડલા, તા.૨૧: ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરજીભાઈ ઠુમ્મરને સારામાં સારી જવાબદારી ગુજરાત માં આપવી જોઈએ શ્રી ઠુમ્મર બાહોશ અને અનુભવી હોવાથી કોંગ્રેસને ખૂબ જ સારો ફાયદો થશે તેવું લોક જીભે ચર્ચાવા લાગ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના રાજીનામાં આપેલ હોવાથી તે બંને પદની ખાલી પડેલી જગ્યા એ ટુક સમયમાં જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને વિરોધ પક્ષ ના નેતા માટે નિમણુક આપવા ની કવાયત શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ગુજરાત પ્રદેશ કંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા પદે સિનિયર વફાદાર અનુભવી ની નિયુકિત કરવામાં આવેઙ્ગ શ્રી વિરજીભાઈ ઠુમ્મર સાંસદ તરીકે રહી ખૂબ જ પ્રજા અને પક્ષ ને વાયદા રૂપી અઢળક કર્યો કર્યા છે હાલ ધારાસભ્ય તરીકે અને અગાઉ ધારાસભ્ય તરીકે વિધાનસભા ની કાર્યશેલી થી ખૂબ જ અનુભવી અને આવડત ધરાવે છે તેમજ ગુજરાત ના પટેલ સમાજ ને કોંગ્રેસ પક્ષ તરફે વાળવા માટે પટેલ સમાજ માં બિન વિવાદાસ્પદ વ્યકિત તરીકે વિરજીભાઈ ઠુમ્મર છાપ ધરાવે છે સર્વો શેષ્ઠઙ્ગ કામગીરી કરવામાં સૌરાષ્ટ્રભરમાં નામના મેળવી છે.

ગુજરાતના પ્રભારી રઘુનાથ શર્માની સમક્ષ વિરજીભાઈ ઠુમ્મર ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અથવા વિરોધ પક્ષ ના નેતા પદે વરણી કરવા કેટલાક ધારાસભ્ય ઓ એ રજુઆત કરી છે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યમાં મોટા ભાગ આ ધારાસભ્યોમાંં વિરજીભાઈની ટેલેન્ટ અને અનુભવથી સારી રીતે પ્રચલલિત છે શ્રી ઠુમ્મરની ઉજળી પ્રતિભાને વધુ વેગવંતી બનાવવા માટેઙ્ગ ના પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને જબરો ફાયદો થાય તેમ છે.

પટેલ સમાજ ભાજપથી નારાજ હોવાથી પટેલ સમાજને કોંગ્રેસ તરફી લાવવા વિરજીભાઈ ઠુમ્મર જ યોગ્ય ગણાય. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જવાબદારો શ્રી ઠુમ્મરને નિમણુક અપાવવા વિલંબ કરવો જોઈએ નહીં તેવું કોંગ્રેસી સિનિયરો અને અનુભવીનું માનવું છે.

(12:49 pm IST)