Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જામજોધપુરની પ ચોરીના ગુન્હાનો ૧ર વર્ષથી ફરાર ઘરફોડ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૧ : જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા આઇ/સી પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ એલ.સીબી.ના ઇન્ચાર્જ પો.ઇ.એસ.એસ. નિનામાનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેદારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

સ્ટાફના કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર તથા અરવિંદભાઇ ગોસાઇનાઓને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુર ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પાંગળાભાઇ ભીમાભાઇ ભીલવાલ ઉ.૪૦ ધંધો, ખેત-મજુરી રહેવાસી. રહે.ખારવા ગામ તા.ગરબાડા જી.દાહોદ વાળો હાલ જુનાગઢ જીલ્લા કેશોદ તાલુકાના કેવદ્રા ગામના પાટીયા પાસેરહેતો હોવાની બાતમી હકીકત આધારે સદરહું હકિકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશને સોંપી આપેલ છ.ે

આ કામગીરી પેરોલ-ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ લખધીરસિંહ એમ.જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો.કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કો. મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કો.નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છ.ે

(1:20 pm IST)