Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વેરાવળ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં પડતર મકાનમાંથી દીપડો ઝડપાયો

શહેરના ભરચક વિસ્તાર ક્રિકેટ પાસે બંધ મકાનમાંથી દીપડો ઝડપાયેલ તેની તસ્વીરઃ દિપક કક્કડઃ વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ભરચક વિસ્તારોમાં દીપડો આંટાફેરા કરતો હોય જેથી ભારે ભય ફેલાયેલ હતો જેથી વનતંત્ર એ અનેક જગ્યાએ પાજરાઓ મુકેલ હતા પણ બપોરે ક્રિકેટ ગ્રાઉન્ડ બાજુમાં આવેલ વર્ષો જુના બંધ તાલુકા વિકાસ અધિકારીના બંધ મકાનોમાંથી ખુંખાર દીપડો ઝડપાતા હાસકારો અનુભવેલ હતો.

વેરાવળ શહેરના ભરચક વિસ્તારો હુડકો, સંજય નગર, રીંગરોડ સહીતના વિસ્તારોમાં દીપડો આંટા મારતા હોય તેવી ફરીયાદો ઉઠતા વનતંત્ર દ્રારા અનેક જગ્યાએ પાજરાઓ મુકેલ હતા તેમજ તપાસ ચાલુકરેલ હતો  આ દીપડો આટાફેરા મારતો હોય જેથી આખા વિસ્તારમાં હજારો પરીવારો ભારે ભય ફેલાયેલ હતો આ બપોરે વનતંત્રની ઓફીસની પાછળ તેમજ શહેરનું મુખ્ય ક્રિકેટની ગ્રાઉન્ડની વચ્ચે તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓના જર્જરીત મકાનો આવેલછે તેમાં દીપડો આવી ગયેલ હોય જેથી તાત્કાલીક અઘિકારીઓ  કર્મચારીઓ પહોચી ગયેલ હતા અને એકાદ કલાક સુધી રેસ્કયુ કરેલ હતું અને આ દીપડાને ઈન્જેકશન મારી બેભાન કરી ઝડપી લીધેલ હતો અધિકારીઓએ જણાવેલ હતું કે પ્રથમ ઘટના હશે કે શહેરના હાદસમા વિસ્તારમાં દીપડો આવી ગયેલ હોય પણ સદનશીબે કયાંય  કોઈને હેરાનગતી થયેલ નથી આ દીપડો ૯ વર્ષનો હતો તેને અમરાપુરએનીમલ કેર સેન્ટર માં મોકલી આપવામાં આવેલ છે દીપડો ઝડપાય જતા હજારો પરીવારજનોમાં રાહત ફેલાયેલ છે.

(1:21 pm IST)