Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કૃષિધિરાણ ૦%ના દરે મળવા અંગેની વિસંગતતા દુર કરવા અમરેલીમાં આવેદન

રાજુલા ભારતીય કિસાન સંઘ અમરેલી વિભાગ તેમજ સાવરકુંડલા વિભાગ દ્વારા પ્રદેશ મંત્રી સામતભાઈ જેબલિયા તેમજ પ્રદેશ અધિકારી ધીરુભાઈ ધાખડાની અધ્યક્ષતામાં શ્રી દિલીપભાઈ સંઘાણીને આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનના મુખ્ય મુદ્દામાં ખેડૂતોને અપાતા ત્રણ ૩ લાખ સુધીના કૃષિ ધિરાણ ૦% ટકા ના દરે મળવા અંગેની વિસંગતતા દૂર કરવી જેમકે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ગમે ત્યારે કૃષિ ધિરાણ આપીને સમયમર્યાદા પહેલા ભરી દેવાય તો ૩% વ્યાજ રિબેટનો લાભ મળે છે પરંતુ રાજય સરકાર દ્વારા માત્રને માત્ર એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જ ધિરાણ લીધું હોય તો જ વ્યાજ રિબેટ ૪%નો લાભ આપવાની નીતિ હોય તે ખેડૂતોમાં ગેરસમજ, વિસંગતતા ઉભી કરે છે. જુદી જુદી બેન્કો દ્વારા તેમજ કર્મચારીઓ દ્વારા ટીકા-ટિપ્પણી થાય છે અને સ્વયં સ્પષ્ટ નીતિ ન હોવાથી વિવાદાસ્પદ મુદ્દો બની ગયેલ છે. સર્વોચ્ચ સંસ્થા ઇફ્કો દ્વારા ચેરમેન તરીકે નિયુકિત કરવા બદલ ભારતીય કિસાન સંઘ જિલ્લા ટીમ દ્વારા તેમને બલરામ ભગવાનની છબી, શાલ ઓઢાડી તેમજ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી સામતભાઈ જેબલિયા, પ્રદેશ અધિકારી ધીરુભાઈ ધાખડા, સંયોજક શ્રી લાલજીભાઈ વેકરીયા, અમરેલી વિભાગ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી, કોષાધ્યક્ષ મજબૂત ભાઈ બસિયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિમલભાઈ, ધારી તાલુકા યુવા પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા, ધારી તા. ઉપ પ્રમુખ બાબુભાઈ કોરાટ, અમરેલી તાલુકા પ્રમુખ હસુભાઈ ભડકણ મનસુખભાઈ કયાડા પૂર્વ જિલ્લા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જીલ્લા પ્રચાર પ્રમુખ બિમલભાઈ કાછડીયાની યાદીમાં જણાવેલ છે.

(1:24 pm IST)