Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શનિવારે ધ્રોલમાં નવનિયુકત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો ભાજપ દ્વારા સન્માન સમારોહ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા. ૨૧ :. ધ્રોલના પટેલ સમાજ ખાતે તા. ૨૩ને શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલનો ધ્રોલ ભાજપ દ્વારા સન્માન સમારોહ યોજાશે.

ધ્રોલ તાલુકાના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન ખાતાના કેબીનેટ મંત્રી તેમજ ખેડૂત આગેવાન રાઘવજીભાઈ પટેલનું જાહેર સન્માન રાખેલ છે.

સમારંભના અધ્યક્ષ સ્થાને બી.એચ. ઘોડાસરા, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર, સમારંભના મુખ્ય મહેમાન પૂનમબેન માડમ-જામનગર સાંસદ, સમારંભના અતિથિ વિશેષ રમેશભાઈ મુંગરા-પ્રમુખ જામનગર જિલ્લા ભાજપ ઉપસ્થિત રહેશે.

લોકોને ઉપસ્થિત રહેવા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીર શુકલા, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી હીરેનભાઈ કોટેચા અને હિતેશ ચનિયારાએ આમંત્રણ પાઠવ્યુ છે.

(1:31 pm IST)