Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કચ્છમાં વધુ ૨૦ કેસ- ચુંટણી અને તહેવારો પછી હવે તંત્રની નજરે ચડયા કોરોનાના દર્દીઓ

અબડાસાના પરાજિત કોંગ્રેસી ઉમેદવારના ૪ પરિવારજનોને કોરોના, ગઢશીશાની સેન્ટ્રલ બેંક બંધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: કચ્છમાં અબડાસાની વિધાનસભા બેઠકની પેટા ચુંટણી અને દિવાળીના તહેવારો બાદ હવે તંત્રની નજરે કોરોનાના દર્દીઓ ચડી રહ્યા છે. જોકે, કચ્છમાં વહિવટીતંત્ર સમે કોરોનાના પોઝિટિવ દર્દીઓના સાચા આંકડાઓ સાથે મોતના આંકડાઓ પણ છુપાવવાના આક્ષેપ થઈ રહ્યા છે.

તંત્ર દ્વારા કચ્છમાં વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૩૦૫૧ થઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા ગામે સેન્ટ્રલ બેંકના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં સેનિટેઝન માટે બેંક બંધ કરાઈ છે. તો, અબડાસાની ચુંટણીમાં કોંગ્રેસના પરાજિત ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીના પરિવારમાં ચાર જણને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ભુજમાં કેસ ઘટયા હોવાનું બતાવાયું છે, પણ ૨૦ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રખાયા છે.

આમ આંકડાઓની રમત વચ્ચે કચ્છમાં ૨૭૩૬ દર્દીઓ સાજા થયા હોવાનું જયારે ૧૯૮ એકિટવ હોવાનું બતાવાયું છે. જયારે મોતનો આંકડો લાંબા સમયથી ૭૧ પર જ સ્થિર હોવાનું બતાવાય છે. જોકે, બિનસતાવાર મોતનો આંક ૧૨૦ને ટપી ગયો હોવાનું ચર્ચાય છે.

(11:12 am IST)