Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જેતલસરમાં શહીદ જવાનને પુષ્પાંજલિ

જેતલસરઃ ૨૦ વર્ષ પહેલા સિયાચીન ગ્લેસિયર ખાતે અંદાજે ૧૧ હજાર ફૂટ ઊંચાઈએ ફૌજી તરીકે ફરજ બજાવતા ધનસુખ ધીરુભાઈ ભુવા શહીદ થયા હતા. તેમની યાદ કાયમી રૂપે જેતલસર પંથકમાં જળવાઈ રહે તે માટે શહીદ જવાન ધનસુખ ભુવાનું રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્ક, બસસ્ટેન્ડ પાસે સ્ટેચ્યુ મુકાયું છે.૨૦મી પુણ્યતિથિ નિમિતે શહીદ જવાનના માતા-પિતા, બાળકો બંશી અને કિશન સહીત જેતલસરના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજયો હતો. આ તકે જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન અને ગામના માજી સરપંચ દિનેશ ભુવા, આરડીસી બેન્કના ડિરેકટર લાલજીભાઈ રાદડિયા વિગેરેએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી શહીદ જવાનના દેશ પ્રત્યેના શૌર્યને વાગોળીને, પરિવારજનોએ દિકરાની ખોટ પૂરવાની અને બાળકોને હિમ્મત આપવાની પ્રભુને પ્રાર્થના કરી હતી.પુષ્પાંજલી અર્પી તે તસ્વીર. (તસ્વીરઃ કુલદીપ જોશી, જેતલસર)

(11:40 am IST)