Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા બાળકોને મીઠાઇ , ચોકલેટ

ગોંડલઃ શહેર અને આસપાસ ની વિવિધ ઝૂંપડપટ્ટી ના ૧૫૦ જેટલા નાના બાળકોને  દાતાઓના સહયોગથી દીપાવલીના પાવન પર્વ ઉપર ફટાકડા,મીઠાઈ તથા જુદી જુદી જાતની ચોકલેટ્સ,મોંગનીસની નાનખટાઈ અને ચોકલેટની ભેટ આપવામાં આવી.તેમજ આ પ્રસંગે વિશ્વગુરૂ પૂ.નમ્રમુનિ મહારાજશ્રી ના જન્મદિવસ ઉપક્રમે શુદ્ઘ ઘીના મોહનથાળની પ્રસાદી અરહમ ગ્રુપ ગોંડલના સહયોગથી આપવામાં આવી હતી. ઝૂંપડપટ્ટીના ગરીબ નાના બાળકોને દીપાવલી ના અવસરે તેમને ગમતી ભેટ આપી તેમનામાં રહેલ ઈશ્વરને રાજી કરવાનાફોરેસ્ટ યુથ કલબના પ્રયાસમાં દાતાઓશ્રી રસિકભાઈ ગોંડલીયા, પરમાનંદ સોનૈયા,સનીભાઈ બકસાણી,પિન્ટુભાઈ , મનીષભાઈ સોજીત્રા,ડો.સુધાષુ મોરડીયા,પરિનબેન મહેતા,મધુભાઈ તન્ના,જાનીબેન ગાયત્રી પરિવાર,તેમજ અન્ય દાતાઓના સહયોગ અને ગોંડલ મામલતદાર શ્રી મણવર સાહેબ,સર્કલ ઇન્સ્પે.મનીષભાઈ જોશી કાનાભાઈ દોશીની ઉપસ્થિતિથી આ સેવાકાર્ય હિતેશભાઈ દવે,જતન દવે અને કિરણબેનની જહેમતથી સંપન્ન થયેલ.બાળકોને મીઠાઇ ચોકલેટ વિતરણની તસ્વીર.

(11:43 am IST)