Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

મોરબી-વાંકાનેર -હળવદમાં નવા ૨૪ કેસ : જોડીયામાં કેસો વધ્યા ભાવનગર -૧૪ : દેવભૂમિ જીલ્લામાં ઘટાડો , કોરોનાના ૪ જ દર્દી

રાજકોટ,તા. ૨૧: સૌરાષ્ટ્ર -કચ્છમાં ફરી સંક્રમણ વધી રહ્યું હોઇ ઠેર ઠેર કેસો નોંધાઇ રહ્યા છે. મોરબી જીલ્લામાં ૨૪ કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે તો જોડીયામાં પણ કેસો વધ્યા છે જ્યાં ૬ દર્દી નોંધાયા છે. ભાવનગરમાં નવા ૧૪ કેસ નોંધાયા છે. જ્યારે દેવભૂમિ જીલ્લામાં ઘટાડો નોંધાતા ચાર જ દર્દી સારવારમાં આવ્યા છે.

મોરબી ૧૪ દર્દીઓ સ્વસ્થ

મોરબી : જીલ્લામાં કોરોનાના નવા ૨૪ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૬ કેસો જેમાં ૦૯ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં તેમજ હળવદના ૦૫ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૨૪ નવા કેસો નોંધાયા છે જયારે ૧૪ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૪૯૭ થયો છે જેમાં ૧૫૪ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૨૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગરમાં ૪૬ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર :  જિલ્લામા વધુ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૦૧૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના સેઢાવદર ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૧ તથા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૧૦ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૦૧૪ કેસ પૈકી હાલ ૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૮૯૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

ખંભાળિયા

દેવભૂમિ દ્વારકામાં ગઇ કાલે ચાલુ માસમાં ગઇ કાલે સૌથી વધુ સાત કેસ નોંધાયા હતા જે પછી બીજા દિવસે ગઇ કાલે તેમાં ઘટાડો થઇને  માત્ર ચાર જ થતા રાહત થઇ છે.

ખંભાળિયામાં સતત બીજા દિવસે એક પણ નવો કેસ નોંધાયો નથી તે રીતે કલ્યાણપુરમાં પણ ગઇ કાલે નવો કેસ નથી આવ્યો જ્યારે દ્વારકા તથા ભાણવટમાં બે-બે કેસ નોંધાયા હતા તથા ભણાવટમાં એક દર્દી ડિસ્ચાર્જ થયો હતો.

વેરાડવાડી વિસ્તાર ભણાવડ, સઇ દેવળીય કન્યા શાળા પાસે ભાણવડ તાલુકાો, મુરલીધર ટાઉનશીપ દ્વારકા તથા એડવેન્ટ સિનેમા પાણીની ટાંકી પાસેના વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા હતા હાલ એકિટવ પોઝીટીવ કેસની સંખ્યા ૩૭ થઇ છે.

ધોરાજી હોસ્પિટલમાં ૨૨૨ દર્દીઓની સારવાર

ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આધુનીક કોરોના હોસ્પિટલનું નિર્માણ કરાયું જેમાં આધુનીક સારવાર એક નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા ઓકસીજન તેમજ આધુનીક તેમજ દર્દીઓ વિડીયો કોલીંગની સુવિધા સહિતની વિના મૂલ્યે સારવાર સહીતની અને અત્યાર સુધીમાં કોરોના સેન્ટરમાં ૨૨૨ દર્દીઓ સારવાર લઇને સાજા થયેલ છે અને દર્દીઓએ અને કોરોના હોસ્પિટલની સેવાઓને બીરદાવી છે અને કહેલ કે કોરોના દર્દીઓ  માટે ધોરાજીની કોરોના હોસ્પિટલ આર્શીવાદ રૂપ છે. જેમાં ૪ તાલુકા ધોરાજી, જેતપુર, ઉપલેટા અને જામકંડોરણા વિસ્તારના કોરોનામા દર્દીઓએ સારવારનો લાભ લીધો છે. આ તકે હોસ્પિટલના અધિકારી ડો. અંકિતા પરમાર સહીતની ટીમ સેવાઓ આપે છે. અને અત્યાર સુધીમાં કોરોના સેમ્પલ કુલ ૨૯૪૪ લેવાયા છે.

(11:48 am IST)