Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ખંભાળીયા શ્રી જલારામ મંદિરે ૮ કલાકની મહેનતથી ૬ બહેનો દ્વારા રંગોળી સર્જન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હાલ કોરોના મહામારીમાં જલારામ જયંતિ સાદાઇ પુર્વક ઉજવવાનું નકકી કરાયું છે. ત્યારે જલારામ મંદિરે છ રઘુવંશી કન્યાઓએ આઠ-આઠ કલાકની જહેમત લઇને સુંદર અને જીવંત રંગોળી પુ.શ્રી જલારામ બાપાના જીવન કવન પર આધારિત બનાવતા મંદિરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ધ્રુવી મેહુલભાઇ ઠકરાર, અંજલી કૌશીકભાઇ દાવડા, જાહન્વી વિમલભાઇ દાવડા, નેહાલી સુધીરભાઇ પોપટ, ચાર્મી મેહુલભાઇ ઠકરાર, તથા ભકિત પિયુષભાઇ ઠકરાર દ્વારા જલારામબાપા તથા વીરબાઇ માતાના જીવન પ્રસંગોને સલામ રીતે કલાભકતોની  અને ખુબજ સુંદર રીતે રંગોની સુંદર ભાવપૂર્ણ આહુતિઓ સાથે હૃદયપૂર્વક લાગે તેવી રંગોળીઓ બનાવી હતી જે ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

(12:53 pm IST)