Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પોરબંદરનો પ્રવાસધામ તરીકે વિકાસ માટે માત્ર આશ્વાસન

બિરલા સાગર કિનારે મહીન પાર્ક બનાવવા સરકારના હકારાત્મક પ્રતિભાવ બાદ કાર્યવાહી નહી : ચોપાટી પાસે બોટીંગનો પ્રોજેકટ અમલી બનાવવાની જરૂર

(સ્મિત પારેખ દ્વારા)પોરબંદર,તા. ૨૧: સરકાર દ્વારા પોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકાસ હાથ ધર્યો છે આ એક માત્ર આશ્વાસન  જણાઈ છે ઓખા, દ્વારકા, પોરબંદર ,સોમનાથ સુધી આવતા જતા યાત્રાળુઓ પોરબંદર થી પસાર થાય છે ત્યારે અચૂક યાત્રીકો કે પ્રવાસીઓ પોરબંદર ના રમણીય સમુદ્ર કિનારે કુદરતી સૌંદર્ય જોવા માણવા માટે રોકાય છે ૩૦ મિનિટથી ૧૨૦ મિનિટ સુધી અરબી સમુદ્રમાં તેમજ સમુદ્ર માં ઉત્પન્ન થતાં વર્વરીયા મોજા દિવસ દરિયાન સમુંદર પાણી ઉપર તરતા જલચલ પક્ષીઓની રમત ક્રીડા નિહાળે છે.

કેટલાક પક્ષીઓ મોજા ઉપર તરતા જોવા મળે છે. સહેલાણીઓ ને આ કુદરતી વાતાવરણ આકર્ષે છે મોટા ભાગના સહેલાણીઓને જલ ક્રીડા ( તરવાનું) આકર્ષણ રહે છે તેમજ સમુદ્ર માં બોટિંગ પણ આકર્ષણ સાથે જ રહે છે પરંતુ ચોપાટીનો વિકાસ થયો પરંતુ આ પ્રવસીઓ અને યાત્રાળુઓની માંગણી રહી છે તેને સંતોષવાને માટે પોરબંદરના રાજવીના રાજમહેલ યાને કે હજૂર પેલેસના દરિયા કિનારેથી એટલે કે નવી ચોપાટીથી લઇને બોટિંગ વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રોજેકટ કાર્ય હાથ ધરવું જોઈસહેલાણીઓ અરબી સમુદ્રમાં સહેલ કરવા માટે આકર્ષણ રહે છે જેથી નાની હોડીઓ મશીન વાળા પિલણના આનંદ મેળવી શકે નજીવા દરે સફર કરી શકે અને આનંદ મેળવી શકે ત્યારે પ્રવાસન વિભાગને આવક પણ મળે તેનીજ બાજુમાં અથવા અસ્માવતી ઘાટ જયારે ૧૯૮૩ના ફ્લડમાં સમુંદ્રમાં ગરકાવ થઇ ગયુ છે. તેને પુન જીવિત કરવાની ૧૯૮૬ માં ગુજરાત સરકારના બંદરીય મંત્રી શ્રીએ જાહેરાત કરી હતી કે તેમને સ્થળ મુલાકાત પણ લીધેલી ત્યાર બાદ આ જાહેરાત કરેલ જી.એમ.બિ.ને ગ્રાન્ટ મોકલવામાં આવી જી.એમ બિ.ને મોકલવામાં આવી પણ હજુ સુધી આ અસમાવતી ઘાટ બંધાતા સમુંદ્ર તરણ અને સમુંદર તરણ સિખનાર ને રાહત મળે અને ફાયદો અને સાથે સાથે સેહલાઈથી સિખી શકે જયારે હજૂર પેલેસ પાસે તરણના શોખીન અથવા એકસરસાઇઝ માટે પણ આકર્ષણ રહે સમુંદરમાં સ્નાન કરવાથી શરીરના સ્નાયુને રાહત મળે અને કસરત થતાં જે સ્નાયુઓ જકળાઈ ગયા હોઈ અને કામ કરી શકતાના હોય તે સમુંદર તરણ થીની કસરતથી લાંબે સમયે ફાયદો કરે છે તેમજ ચામડી જન્ય રોગમાં પણ કુદરતી ઉપચાર છે અને ચામડી જન્ય રોગો રાહત મળે છે અને નાબૂદ પણ થાય છે.

આ ઉપરાંત પોરબંદર બિરલા સાગર કિનારે મરીન પાર્ક બનવા આજ થી ૩૦ વર્ષ પહેલા પોરબંદર શસ્ત્ર શતાબ્દી ઉત્સવના યાદગીરી રૂપે મરીનપાર્ક બનવા સરકાર શ્રીમાં રજૂઆત થયેલ તેનો પ્રતિભાવ હકારત્મક સારો મળેલો. આ રજૂઆત ના તરંગો હવા માંજ ગુંજે છે આમા પણ રાજકરણ નડતું મળે છે એટલે આકર્ષણ પ્રવાસી માટે બનત તેમજ શહેરી જનો માટે તેમજ મત્સ્યઉદ્યોગના અભ્યાસો અને લાભ થાય અને જાણકારી મળી શકે.

પોરબંદરમાં તરણ કલબ નિયમિત ચાલે છે ને સવારના તમામ તરવૈયા સગીર બાળક થી સિનિયર સિટીઝનથી અધિકારીઓ ડોકટરો મોર્નિંગ વોકીગ કરી અરબી સમુદ્રમાં તારી અને તેજ સ્થળે યોગા કરે છે આ એક મહત્વનું છે અને આ કલબ શ્રી રામ તરણ કલબ તરીકે કાર્યરત છે અને સમયાંતરે રાજય અને કેન્દ્ર સરકારના સહયોગથી ભારત ભરના તરણ સ્પર્ધા યોજાય છે. શ્રી રામ તરણ કલબ તે એક પોરબંદરનું જમાપાસું છે જી.એમ.બી. સાથે સંકલન કરી યોગ્ય કરવું જોઇએ તેવા સૂચનો છે.

(12:59 pm IST)