Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમરેલીમાં કોરોના પોઝીટીવ ૧૯ કેસઃ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. અમરેલીમાં કોવિડ માટે હાલમાં ઓકિસજનની પાઇપ લાઇન સાથે એક માત્ર શાંતાબા ગજેરા હોસ્પિટલ કાર્યરત છે અને કોરોનાના કેસ વધવાની પુરી શકયતા છે ત્યારે લોકો ધ્યાન નહી રાખે તો અત્યાર સુધી નથી થઇ તેવી ખરાબ સ્થિતી અમરેલી જિલ્લામાં થવાની પુરી શકયતા છે. શુક્રવારે જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ આવ્યા છે તેની સામે ૧ર દર્દીઓ સાજા થયા છે અને ૧૧૧ દર્દીઓ સારવારમાં છે કોરોનાના કુલ કેસની સંખ્યા ર૯૩૩ થઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ માટેની એકસો કરતા વધારે ઓકિસજન બેડ સાથે તૈયાર કરાયેલી રાધીકા હોસ્પિટલ ખાલી કરી નખાઇ છે.

ત્યારે કલેકટરશ્રી આ હોસ્પિટલને ફરી કોવિડ માટે રાખે તે જરૂરી છે કારણ કે સીવીલમાં કોવિડ અને નીચેના ન્યુમોનીયા સહિતન વોર્ડ ભરચક થઇ ગયા છે. ત્યાં કોઇ બેડ ખાલી નથી. બીજી તરફ કોવિડની સ્થિતીની ગંભીરતા પારખીને એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ તંત્રને  માસ્ક માટે કડક પગલા લેવા તાકીદ કરાઇ છે. અને લોકોને પણ અનુરોધ કરાયો છે કે તે કોરોનાને વધતો અટકાવવા માટે માસ્ક પહેરે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરે જયાં સુધી વેકસીન નથી આવી ત્યાં સુધી પોતાના પરિવારજનોની સલામતી માટે લોકો સામાજીક મેળાવડાઓ મુલત્વી રાખે.

(1:00 pm IST)