Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજયમાં ૧૩૦ પો.સ.ઇ.ની સામુહિક બદલીઓ

હાલારમાંથી ત્રણ ગયા સાત નવા આવ્યા !!

ખંભાળીયા તા.ર૧ : ગુજરાત રાજય પોલીસ વડાશ્રી આશિષ ભાટીયા દ્વારા વધુ એક વખત સામુહિક બદલીનો રાઉન્ડ કરીને બે ઓર્ડરમાં એકમાં ૧૦૯ તથા બીજામાં ર૧ મળીને ૧૩૦ પો.સ.ઇ.ની સામુકિત બદલીઓ કરવામાં આવી છે.

દેવભુમી જિલ્લાના પો.સ.ઇ. ઝાલા વિજયસિંહ મહીપતસિંહને સુરેન્દ્રનગર જિલ્લામાં મુકાયા છે. પો.સ.ઇ. પ્રદ્યુમનસિંહ ગુાલબસિંહ રોહડીયાને રાજકોટ શહેરમાં મુકાયા છે જયારે જામનગરના આહિર મિલન લખમણભાઇને પોરબંદર મુકાયા છે.

ત્રણ પો.સ.ઇ.જાવક સાથે સાત નવા નિમાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી શીંગરખીયા પ્રશાંત ચંદુલાલને દ્વારકા જિલ્લામાં વંદા પરબત ધીરાભાઇને સુરતથી દ્વારકા, અખેડ ઉષાબેન ભીમથીભાઇને પોરબંદરની દ્વારકા, બારડ સંગીતાબેન કાનાભાઇને અમદાવાદ શહેરની દ્વારકા, જોશી, નિકુજ હિંમતભાઇને રાજકોટની દ્વારા મુકાયા છે જયારે સુરત શહેરમાંથી જાડેજા મયુરીબેન ભરતસિંહ તથા રાજકોટના હરીયાણી નિશાંત વિષ્ણુદાસને જામનગર મુકાયા છે.

(1:03 pm IST)