Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બાબરામાં પાંચ વધુ દુકાનો સીલ

 (દિપક કનૈયા) બાબરાઃબાબરા શહેરમાં કલેકટરના આદેશ અનુસાર જીલ્લા ભરમાં કોરોના કેસે ફરી ઉછાળો આવ્યો છે ત્યારે બાબરા શહેરમા સોસિયલ ડિસ્કશન અને માસ્કનો પહેરનાર સામે કડક પગલા તેમજ દુકાનદારો દ્વારા સરકારની કોરોના લક્ષી નિયમો ની ગાઇડલાઇનનુ પાલન કરવા પાંચ દુકાનો સીલ કરાઇ હતી જેથી દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો અને તમામ વેપારીઓ એ માસ્ક પહેરજાનું ચાલુ કરી દીધુ હતું. મામલતદાર અસોકભાઇ મકવાણા ચીફ ઓફિસર રદ્યુવીરસિંહ ઝાલા,પીઆઇ ગોહીલ સહીત નગરપાલિકા કર્મચારીઓ પોલીસ સ્ટાફ સહિત કાફલો કામગીરીમાં જોડાયો હતો.

(1:04 pm IST)