Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ગોંડલના દેરડી કુંભાજી પંથકના ધરાળા ગામે સિંહ પરિવારે રખડતી ભટકતી બે ગાયોનું મારણ કર્યું

(નરેશ શેખલીયા દ્વારા)ગોંડલ તા.૨૧

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી પંથકમાં સિંહ પરિવારે  ફરી ધામાં નાખતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ગોંડલના દેરડી(કુંભાજી) પંથકમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે અને દેરડી કુંભાજીથી નજીક આવેલા ધરાળા ગામે સિંહ પરિવારે રખડતી ભટકતી બે  ગાયોનું મારણ કર્યું હતું.

ખેડૂત કાંતિભાઈ પૂનાભાઈ કોયાણીના ખેતરમાં સિંહે ગાયોનું મારણ કરતા 

ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ગોંડલ પંથકમાં વારંવાર સિંહોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:10 pm IST)