Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ખેડૂતોને ડીએપી-એનપીકે ખાતરની અછત બાબત ધારાસભ્‍ય પાડલિયા ખડેપગે : ઇફકો ચેરમેન તેમજ કૃષિમંત્રીને તાત્‍કાલીક ખાતર પુરૂ પાડવા રજુઆત

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૨૧ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા ખેડૂતોને શીયાળુ પાકનુ વાવેતર કરવા માટે DAP-NPK ખાતરની તંગી વર્તાઇ રહી છે ખેડૂતો ખેતી કામ છોડી DAP-NPK ખાતર માટે લાઈન મા ઉભવા મજબુર છે અને લાઈનમાં કલાકો ઉભવા છતાં ખેડુતનો વારો આવે ત્‍યારે ખેડુત ખાતેદાર દીઠ ફક્‍ત પાંચ થેલી DAP-NPK ખાતર મળે છે

ખેડૂતો શીયાળુ પાક જેવાકે ઘઉં,ચણા, ધાણા, જીરું વરિયાળી એરંડા વગેરે પાકના વાવેતર તથા પાક મા નાખવા માટે DAP-NPK ખાતર ની જરૂરિયાત હોવાથી ખેડૂતો લાંબી લાંબી લાઈનોમાં પોતાનું ખેતીકામ છોડી લાઈનમાં ઉભવા મજબુર છે. ખેડૂતોની ગંભીર સમસ્‍યા ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા ને જાણ થતા તુરંત કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને રજુઆત કરી પાનેલી માટે તાતકાલિક ખાતરનો જથ્‍થો પૂરો પાડવા ભલામણ કરી સાથેજ સહકારી મંડળી સાથે સંપર્ક કરી ખાતર ની જરૂરિયાત અંગે ચર્ચા કરી ખેડૂતોની સમસ્‍યા હલ થાય તેવા પ્રયત્‍નો હાથ ધરેલ છે.

(12:15 pm IST)