Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

જામકંડોરણાના માત્રાવડમાં કપડા ધોવા નદીએ ગયેલી પરિણિતાનો મૃતદેહ મળતા તપાસ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૨૧ : જામકંડોરણાના માત્રાવડ ગામે રહેતી પરિણીતા રચનાબેન પરેશભાઇ ઉવ ૩૫ ગઈકાલે બપોરે માત્રાવડ ગામે નદીએ કપડા ધોવા ગયા હતાં મહિલાનો મુતદેહ નદી માથી મળી આવતાં બનાવ મામલે જામકંડોરણા પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે દોડી જઇ ને તપાસ હાથ ધરી હતી જામકંડોરણા પોલીસે મૃતક મહિલાનાં મૂતદેહને ફોરેન્‍સિક પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ બનાવ અંગે પોલીસે સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ જામકંડોરણા ના માત્રાવડ ગામે રહેતા પરિણીતા રચનાબેન નદીએ કપડા ધોવા ગયા બાદ દોઢ બે વાગ્‍યા સુધી પાછા ઘરે ન આવતાં પરિવારજનો તપાસ કરવા જતાં નદીમાંથી તેમનો મળતદેહ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી ને તપાસ હાથ ધરી હતી.

(2:17 pm IST)