Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

વાંકાનેરમાં શ્રી જલારામબાપા જન્‍મ જયંતિની ભકિતભાવ સાથે ઉજવણી

વાંકાનેર : સંત સિરોમણી પૂ. જલારામબાપાની રર૪ મી જન્‍મ જયંતિની ધામધુમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાઇ હતી.  આ તકે શહેર તથા પંથકમાં વસવાટ કરતા સમસ્‍ત લોહાણા સમાજના તમામ પરિવારો માટે સમુહ પ્રસાદ (નાત જમણ) અત્રેની દિવાનપરા ખાતે આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્‍તારોમાં લાઇવ ગુંદી-ગાઠીયાનો પ્રસાદ બનાવી શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા તમામ નાગરીક ભાઇઓ -બહેનોને જય જલારામબાપાના નાદ સાથે વિતરણ કરવામાં આવ્‍યો હતો. જેનો હજારો લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. જયારે માર્કેટ ખાતે રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ દ્વારા પૂજય બાપાની મૂર્તિ સ્‍થાપી સુંદર ઝૂપડી તૈયાર કરી લાઇવ પ્રસાદ બનાવી વિતરણ કરવામાં આવતુ હતું આ તકે લોહાણા સમાજના અગ્રણી અને ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણી એ પોતાના સ્‍વહાથે તાવડા પર બેસી પ્રસાદ બનાવવા બેઠેલ સેંકડો લોકો જોવા ઉભા રહ્યા ગયા હતાં. આ તકે લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, જ્ઞાતિ આગેવાનો વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, અશ્વિનભાઇ જોબનપુત્રા, મુનાભાઇ બુધ્‍ધદેવ, અમિતભાઇ સેજપાલ, સુનિલભાઇ ખખ્‍ખર, જીજ્ઞેશભાઇ રાજવીર, સંજયભાઇ જોબનપુત્રા, અશોકભાઇ કોટક, વિશાલ સેજપાલ, યોગેશ કારીયા સહિત સોશ્‍યલ ગ્રુપના હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતાં. જ્ઞાતિ જમણ સમયે તમામ રઘુવંશી પરિવારોને ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી (જલારામ ડેરી) દ્વારા પૂજય બાપાની તસ્‍વીર વાળા કેલેન્‍ડર તથા તારીખ ડટ્ટાનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. દિવસભર પાદુકા પૂજન, ધુન, ભજન, મંગળા આરતી, સંધ્‍યા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. (તસ્‍વીર - અહેવાલ : લિતેશ ચંદારાણા -વાંકાનેર)

(12:22 pm IST)