Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને ૫૭ હજાર કિલો ફળોનો અન્‍નકૂટ

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્‍ય અને દિવ્‍ય શતામળત મહોત્‍સવમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને મહાઅન્નકૂટના મુખ્‍ય યજમાન શ્રી પાર્થ આશિષભાઈ ધકાણ -મુંબઈ, અન્નકૂટના સહયજમાન અ.નિ.મુમણભાઇ સોમાભાઈ ભરવાડ હ.જીગરભાઈ ભરવાડ અમદાવાદ દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં સવારે ધરાવાયો હતો તેમજ વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા લાલજી મહારાજના અને વડીલ સંતો દ્વારા મહા અન્નકૂટની આરતી કરવામાં આવી હતી.   પહેલીવાર ૫૭ હજાર કિલો ફ્રુટનો અન્નકૂટ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ સમક્ષ અર્પણ કરાયો હતો. મહત્ત્વનું છે કે, આ અન્નકૂટમાં દાદા સમક્ષ મૂકવામાં આવેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્‍ટ હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યું છે.

આ અન્નકૂટ વિશે વિવેકસ્‍વામી (હૈદરાબાદ)એ જણાવ્‍યું કે, આજે કિંગ ઓફ સાળંગપુરની ૫૪ ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ પહેલીવાર ૫૭, ૦૦૦ કિલો અન્નકૂટ ધરાવાયો હતો.

આ માટે કેન્‍યાની કેરી અને ઇમ્‍પોર્ટે ફુડ સહિતના તમામ ફ્રુટનો અન્નકૂટ વ્‍યવસ્‍થિત ગોઠવવામાં આવ્‍યા હતાં. આ અન્નકૂટ ધરાવવા અને શણગારવા માટે ૬ સંતો અને ૨૦૦ સ્‍વયંસેવકોએ ૨૪ કલાક મહેનત કરી હતી. અન્નકૂટમાં દાદાને ધરાવાયેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્‍ટ હોસ્‍પિટલમાં મોકલાશે.

આ અન્નકૂટ માટે હૈદરાબાદ ગુરુકુળના વિવેક સ્‍વામી સહિતના સંતો અને સ્‍વયંસેવકોએ ૧૫ દિવસ પહેલાં આખી તૈયારી શરૂ કરી હતી.

તેમજ ભક્‍તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટયું હતું. હજારો હરિભક્‍તોએ દર્શનનો લાભ પ્રત્‍યક્ષ તેમજ યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

(1:06 pm IST)