Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સુત્રાપાડામાં વે.બ્રિજનો શુભારંભ

સુત્રાપાડા શ્રી ચામુંડા કોમ્‍પ્‍યુટરાઈઝડ વે બ્રિજ, સાગર પેટ્રોલિયમ પાસે, સંજય નગર કોલોની ની સામે સુત્રાપાડામાં શુભારંભ આધ્‍યાબેન જયેશભાઇ ડોડીયાના હસ્‍તે આવ્‍યો હતો. કરવામાં આ કોમ્‍પ્‍યુટર રાઈડ વે બ્રિજની કેપેસીટી ૧૫૦ ટન છે, સુત્રાપાડામાં પ્રથમ વખત સાર્વજનિક કોમ્‍પ્‍યુટર વે બ્રિજની શરૂઆત કરવામાં આવી છે જેમાં રીક્ષા, બુલેરો, ટ્રેક્‍ટર, ૬ વ્‍હીલ ડમફર, ૧૦ વ્‍હીલ ટ્રક, ૧૨ વ્‍હીલ ટ્રક, ૧૪ વ્‍હીલ ટ્રક, ૧૬ વ્‍હીલ ટ્રક.તેમજ મોટા ટ્રેઈલરનું વ્‍યાજબી દરે વજન કરવામાં આવશે. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઇ બારડની વિશેષ ઉપસ્‍થિત રહેલ, સુત્રાપાડા નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ કામળીયા, સુત્રાપાડા સદસ્‍ય અજયભાઇ બારડ, સુત્રાપાડા નગરપાલિકા કારોબારી ચેરમેન કૈંલાશભાઈ રામ,નિલેશભાઈ બારડ, રામભાઈ ઝાલા,ગટુરભાઈ રામસિંહભાઈ મોરી,હરેશભાઇ પઢીયાર, ભાવસીંહ ભાઈ બારડ, ભીખુભાઇ રાઠોડ, વરસીંગભાઈ ડોડીયા, અજિતભાઈ બારડ, તેમજ આગેવાનો અને સ્‍ટાફ હાજર રહ્યા હતા. (તસ્‍વીરઃ અહેવાલ- રામસિંહ મોરી, સુત્રાપાડા)

(12:23 pm IST)