Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ધોળામાં શ્રી ધનાભગત જગ્‍યામાં સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પાટોત્‍સવ

પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્‍માન સાથે યોજાયેલ રકતદાન શિબિર

(મુકેશ પંડિત દ્વારા) ઇશ્વરીયા, તા. ર૦ : ઐતિહાસિક   ધનાભગત જગ્‍યા ધોળામાં સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં પાટોત્‍સવ ઉજવાયો. લાભ પાંચમ પર્વે પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્‍માન સાથે રક્‍તદાન શિબિર યોજાયેલ.

ઐતિહાસિક સ્‍થાન   ધનાભગત જગ્‍યા ધોળામાં લાભ પાંચમ પર્વે સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સાતમો પાટોત્‍સવ ભાવ ઉત્‍સાહ સાથે યોજાઈ ગયો.

મહંત   બાબુરામ ભગત સાથે   ધનાબાપા સેવા સંસ્‍થાન પ્રમુખ   ગણેશભાઈ ખૂંટ સાથે સેવક સમુદાયના સંકલન સાથે આ ઉત્‍સવમાં   ભોજલરામ જગ્‍યા ફતેપરના   ભક્‍તિરામબાપુના અધ્‍યક્ષસ્‍થાને ધર્મસભા યોજાઈ હતી. અહી પાટોત્‍સવ પ્રસંગે   રામબાપુ,   ઝીણારામબાપુ,   ઉદયગિરિબાપુ તથા   જેરામદાસબાપુની આશિષ ઉપસ્‍થિતિ રહી હતી. અહીંયા   દેવાદાસબાપુ,   ઘનશ્‍યામભાઈબાપુ,   કનુબાપુ,   ભરતબાપુ સહિત સંતો મહંતો જોડાયા હતા. અહી પ્રારંભે   હિંમતભાઈ ભિંગરાડિયાએ સ્‍વાગત ઉધ્‍બોધન કરેલ.

  કાળુભાઈ ખૂંટ પરિવાર દ્વારા નિર્મિત પ્રવેશ દ્વાર લોકાર્પણ સંતો અને દાતાઓના હસ્‍તે થયું. અહીંયા સ્‍વર્ગસ્‍થ રતિલાલ કથીરિયાના સ્‍મરણાર્થે ઉમંગ સાથે ધ્‍વજારોહણ શોભાયાત્રા યોજાઈ હતી. દાતાઓનું પરિવારનું અહી સન્‍માન અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

આ પાટોત્‍સવ પ્રસંગ સાથે   સ્‍વામી નિર્દોષાનંદ હોસ્‍પિટલ ટીંબીના લાભાર્થે રક્‍તદાન શિબિર યોજાઈ હતી.

  ધનાભગત જગ્‍યામાં થતાં વિવિધ નિર્માણકાર્યો માટે દાતાઓ દ્વારા દાન જાહેર થયા હતા. આભારવિધિ   કમલેશભાઈ ભિંગરાડિયા એ કરી હતી. સંચાલનમાં   દિનેશભાઈ દિહોરા રહ્યા હતા

(12:24 pm IST)