Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ભાવનગરમાં ચાવડી ગેટ વિસ્‍તારમાં પરિવાર ઉપર આઠ શખ્‍સોનો હુમલો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા),  ભાવનગર, તા.૨૧: ભાવનગરના વડવા ચાવડી ગેટ વિસ્‍તારમાં આવેલ ચુવાળીયા કોળી જ્ઞાતિની વાડી સામેના દેવીપુજકવાસમાં રહેતા સવિતાબેન ધરમશીભાઈ કટુરીયાના ભાઈ ચંદુભાઈની પાન મસાલાની કેબિન દિવાળીના દિવસે રાત્રિના સમયે સળગાવી દેવામાં આવી હતી જે મામલે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી.આ બાબતને લઈને સવિતાબેનની બાજુમાં રહેતા અજયભાઈ રમેશભાઈ, વિશાલભાઈ વિજયભાઈ સોલંકી, હરેશભાઈ રતિભાઈ સોલંકી અને પરબતભાઈ વિજયભાઈ સોલંકીએ સવિતાબેનના ઘરે આવી સમાધાનની વાત કરી પાઇપ, કુહાડી,તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો.

 આ ઘટના બાદ પ્રકાશ નરેશભાઈ શાહ, ભોળાભાઈ મફતભાઈ, ભજીયોભાઈ વિજયભાઈ અને પ્રતાપ વિજયભાઈએ આવીને મારામારી કરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્‍ત સવિતાબેનના ભત્રીજા નયન હીરાભાઈ, સ્‍વીતાબહેનના ભાઈ સહીતનાને ઇજા થતા સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવ અંગે સવિતાબેન ધરમશીભાઈ કટુરીયા એ અજય રમેશભાઈ, વિશાલ વિજયભાઈ સોલંકી, હરેશ રતિભાઈ સોલંકી, પરબત વિજયભાઈ સોલંકી, પ્રકાશ નરેશભાઈ શાહ, ભોળાભાઈ મફતભાઈ અને ભજીયોભાઈ વિજયભાઈ પ્રતાપભાઈ વિજયભાઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(12:25 pm IST)