Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

વિસાવદર પંથકમાં અતિવૃષ્‍ટિગ્રસ્‍ત ખેડૂતોને સહાયમાં અન્‍યાયઃ રામધૂન-આવેદનપત્ર-તાળાબંધી જેવા કાર્યક્રમોઃ કોંગ્રેસ-આપના આગેવાનોની અટકાયત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: વિસાવદર તાલુકામાં અતિવળષ્ટિગ્રસ્‍ત ખેડૂતોને સર્વે-સહાયમાં અન્‍યાય સામે સ્‍થાનિક મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવા ગયેલ ખેડૂતોએ રામધુન બોલાવી હતી અને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા, આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્‍દ્રભાઇ ડોબરિયા તથા આગેવાનો હરેશભાઈ સાવલિયા, હિતેશભાઈ વઘાસિયા, ભરતભાઈ વિરડીયા, રેનીશભાઈ સોજીત્રા સહિત ખેડૂતોની અટકાયત કરી છોડી મુકયા હતા.

વિસાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ, છતાયે ૯૫ ટકા અતિવળષ્ટિગ્રસ્‍ત ખેડૂતોને સર્વેમાં સહાયથી વંચિત રખાયા છે.જેથી અતિવળષ્ટિગ્રસ્‍ત ખેડૂતોમા રોષ છે.

વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી કરશનભાઈ વાડોદરિયાના જણાવ્‍યા અનુસાર સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વિસાવદર તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્‍યો છે ,જેથી અતિવળષ્ટિ થયેલ સરકારી રેકોર્ડ પર પણ હોવા છતાં, ગામ દીઠ પાંચ દશ ખેડૂતોને જ અતિવળષ્ટિ સહાય આપી આ સરકારે બાકીના ૯૫ ્રુ ખેડૂતોને અન્‍યાય કર્યો હોય આવા અન્‍યાય થયેલ ખેડૂતો ને ન્‍યાય મળે તે માટે કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-આગેવાનો-ખેડૂતો મામલતદાર કચેરીએ અતિવળષ્ટિગ્રસ્‍ત ખેડૂતોને ન્‍યાય અપાવવાની માંગ સાથે મામલતદાર કચેરીએ એકત્રિત થઇ રામધુન બોલાવી, આવેદનપત્ર સુપ્રત કરી, સરકાર સુધી અવાજ પહોંચાડવા તાળાબંધી જેવા કાર્યક્રમનો પ્રયાસ કરાતા જ પોલીસે અટક કરી લીધા હતા. સરકારે ખેડૂતોને ત્‍વરિત ન્‍યાય આપવા વાડોદરિયાએ માંગ કરી છે.

(1:56 pm IST)