Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સાવરકુંડલા ગુરૂકુળની ટીમ રાજયકક્ષાએ બેઝબોલ રમતમાં ભાઇઓ સ્‍પર્ધામાં પ્રથમ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૧ : સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આયોજિત સ્‍પોર્ટ્‍સમાં ગુજરાત સરકાર અંડર -૧૭ બેઝ બોલ  રમતમાં ભાઇઓની  સ્‍પર્ધા ડીસા (બનાસકાંઠા) મુકામે  રાજ્‍ય કક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી ગાંધીનગર દ્વારા થયેલ  તેમાં અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્‍થાની સમગ્ર સ્‍કૂલની ટીમ ગુજરાત રાજ્‍યમાં  સતત ચોથી વાર પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ નેશનલ લેવલે બેઝ બોલ રમત સ્‍પર્ધા માં રમવા જશે.આ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો એ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનુ નામ રોશન કરેલ છે જેમાં ગુરુકુળ શાળાનાં રમત ગમતનાં કોચ તરીકે દીપક ભાઈ વાળા તથા ઝાલા ભાઈએ ખૂબજ  જહેમત કરી વિજય મેળવ્‍યો છે તેમજ તેઓ વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસમાં ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

 સમગ્ર ગુરુકુળ  શાળાની  ટીમ રાજ્‍ય માં સતત ચોથી વાર પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતાં સંસ્‍થા ના વડા પૂજ્‍ય ભગવતપ્રસાદ દાસજી સ્‍વામી તથા ગુરુકુળ નાં પ્રમુખ શાષાી હરિપ્રસાદ દાસજી સ્‍વામી તથા કોઠારી સ્‍વામી શ્રી અક્ષર મુક્‍ત સ્‍વામી, શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી  ઘનશ્‍યામભાઇ તેમજ  વિવિધ શાળાનાં પ્રિન્‍સિપાલો દ્વારા અભિનંદન પાઠવ્‍યા હતા.

(1:56 pm IST)