Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ખંભાળીયાનાં સલાયામાં લોહાણા મહાજનવાડીમાં અગ્રણીઓનું વિશિષ્‍ટ સન્‍માન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :.. ખંભાળીયાના સલાયા ગામે લોહાણા મહાજન વાડી ખાતે જલારામ જયંતિની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પધારેલા અગ્રણીઓનું વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમમાં જલારામ જયંતિમાં સમસ્‍ત હિન્‍દુ સમાજનું સમૂહ ભોજન પણ યોજાયેલ જેમાં ખાસ ઉપસ્‍થિત રાજયના પ્રવાસન વન મંત્રીશ્રી મુળુભાઇ બેરાનું બાલવી માતાજીની ચૂંદડી દ્વારા વિશેષ સન્‍માન થયું હતું. જેમાં ભાજપના મહામંત્રી લાલજીભાઇ ભુવા તથા ભરતભાઇ લાલ, આનંદ લાલ જોડાયા હતાં.

આ ઉપરાંત ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પાલિકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, તાલુકા પંચાયત સદસ્‍ય રાજપૂત અગ્રણી ઘેલુભા જાડેજા, પૂર્વ પાલિકા પ્રમુખ ગીરીરાજસિંહ જાડેજા તથા સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ લાલનું પણ સન્‍માન લાલજીભાઇ ભુવા તથા રઘુવંશી અગ્રણીઓ દ્વારા થયું હતું.

(1:58 pm IST)