Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

દ્વારકામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્‍દ્ર સુદામા સેતુ મરામતનાં કારણે હજુ સુધી બંધ

પૂનમબેન માડમ, પબુભા માણેક, હોટેલ એસોસીએશન દ્વારા વારંવાર રજુઆત છતાં કોઇ કાર્યવાહી ન થતાં પ્રવાસીઓમાં રોષ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૧ :    દ્વારકા, ૨૧ દ્વારકા ગોમતી ઘાટ ઉપર પંચકુઈ ધાર્મિક તીર્થ ક્ષેત્રઅને બીચ ને  જોડતો સુંદામા સેતુ ઓક્‍ટોમ્‍બર -૨૦૨૨ માં મરામત માટે બંધ કરી દીધા પછી    હજુ સુધી બંધ પડ્‍યો હોય જે થી દેશ - વિદેશ થી આવતા પ્રવાસીઓમાં તંત્ર પ્રત્‍યે ખુબજ નિદા  થઇ રહી છે એટલું નહી પરંતુ સુંદામા સેતુ ના રીઝવ પડેલ નાણા રીપેરીંગ  પાછળ ન વપરાતા સુંદામા સેતુ સોસાયટી એ રૂપિયા ૧૧ લાખ નો ઇન્‍કમ ટેક્‍સ  ભરવો પડ્‍યો હતો .

જાણવા મળતી વિગતો મુજબ ઓક્‍ટોમ્‍બર -૨૦૨૨ ના રોજ  સુદામા સેતુ ને રીપેરીંગ કરવાના બહાને બંધ કરવામાં આવ્‍યો હતો જેને આજે  એક વર્ષ ઉપર નો સમય થવા આવ્‍યો છતાં સરકારી અધિકારી ઓ એ સુદામાં  સેતુ ની મરામત માટે કશું ઠોસ કાર્યવાહી કરી નથી.

સુદામા સેતુ ને ફરી થી રીપેરીંગ કરી ફરી થી  પ્રવાસી ઓ માટે ખુલ્લો મુકવા હાલાર ના સાંસદ પુનમબેન માડમ સ્‍થાનિક  ધારાસભ્‍ય પબુભા માણેક અને હોટેલ એસોસિએશન એ વારમ વાર રજૂઆત કરી  માંગ ઉઠાવી છે પરતું સરકારી અધિકારી આ પ્રશ્‍ને શા માટે જાગતા નથી તે એક  સૂચક બાબત ગણાવાઈ રહી છે પ્રાથમિક વિગતો મુજબ સુદામાં સેતુ ની રોજ  બરોજ પાંચ હજાર થી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે જેના થી સુદામાં  સેતુ સોસાયટી ને દૈનિક રૂપિયા પચાસ હજાર જેટલી નાણાકીય આવક પણ થાય  છે અને યાત્રિકો ધાર્મિક ત્‍થા જોવા જેવું પ્રવાસન નું એક આકર્ષણનું કેન્‍દ્ર બિંદુ  પણ છે જો સુદામા સેતુ ને તાત્‍કાલીક અસર થી મરામત કરી ફરી થી શરુ  કરવામાં આવે તો પ્રવાસી ઓ પંચકુઈ બીચ અને બીચ ઉપર આવેલ ધાર્મિક સ્‍થળ પંચકુઇ તીર્થનીમુલાકાત લઇ શકે અને ચાર કલાક જેટલો સમય આ સ્‍થળ ઉપર કાઢી શકે. તસ્‍વીરમાં સુદામા સેતુ બંધ હાલતમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(2:00 pm IST)