Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

હૃદયરોગના હુમલા માટે ડુપ્‍લીકેટ તમાકુ પણ જવાબદાર હોય શકેઃ દરોડા પાડવા વિરજીભાઇ ઠુંમરની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૧ :.. લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ડુપ્‍લીકેટ તમાકુ મુદ્‌્‌ે પગલા ભરવા માંગ કરી છે.

તાજેતરમાં યુવાન વયે તેમજ બાળકોને કોરોનાનાં કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્‍યું છે. હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કરતા નાની વયનાં વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને દિન-પ્રતિદિન હાર્ટ એટેક આવી રહ્યા છે. તજજ્ઞો ડબલ્‍યુએચઓ તેમજ એમ.ડી. ડોકટર તરીફથી જે પ્રેસ મીડિયા તેમજ સોશિયલ મીડિયા મારફત લેખ જે પ્રસિધ્‍ધ થઇ રહ્યા છે તેમાં જુદા-જુદા મંતવ્‍યો આવી રહ્યા છે. તાજેતરમાં જાહેર સ્‍થળ ઉપર સરકારશ્રી તરફથી કોરોનાગ્રસ્‍ત વ્‍યકિતએ વધારે પડતો શ્રમ ન કરવો તેવા સાઇનબોર્ડ પ્રસિધ્‍ધ કરવામાં આવી રહ્યા છે.

ત્‍યારે જુના શાષાોનાં સિધ્‍ધાંત પ્રાણે ભય બીન પ્રીત નહી તો આવી ગંદકી ફેલાવનાર પાન-મસાલાનાં ગલ્લા ઉપર ગુજરાતની પોલીસને સમયાંતરે દેખરેખ રાખીને સ્‍થાનીક નગરની સંસ્‍થાઓને તેમાં જોડીને કમસેકમ પંદર દિવસમાં એકવાર જયાં-જયાં ઉભી થયેલી પાન, બીડી, ચા ની કેબીનો ઉપર પણ ડર ઉભો કરવો પડે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થતી જાય છે.

સ્‍વચ્‍છતા અભ્‍યાન માટે રાજકીય આગેવાનો જાહેર રસ્‍તામાં સફાઇ કરીને લોકોને પ્રેરણા ઉભી કરવાનાં પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ આ કાર્યવાહી માત્ર ફોટો સેશન પુરતી સીમિત રહી જાય છે. તેને બદલે સ્‍થાનિક નગરપાલિકાના આરોગ્‍ય અને ફુડ ઇ. ને કડક સુચના આપી તેમનાં ઝોનમાં ભેળસેળ નીકળશે તો અથવા પાન-મસાલાના કેબીનો ઉપર ગંદકી થતી જોવા મળશે તો તેનું ત્રિ-માસીક રાજય લેવલેથી મોનીટરીંગ કરીને જે તે ઝોનનાં અધિકારીની ફરજમાં બેદરકારી માટે કડક કાર્યવાહી કરવાની ફરજ પાડવી જોઇએ.

નકલી તેલમાં પેકીંગ થતા પાઉંચમાં નકલી ખાદ્ય બાબતોથી બાળકો તેમજ યુવાધનને અવેર કરવામાં આવે અને રાજય લેવલનું સેલ મોનીટરીંગ ગોઠવીને ભેળસેળયુકત મીઠાઇ, તમાકું તેમજ કોઇપણ ભેળસેળ થતી ખાદ્ય પદાર્થ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા વીરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે.

(2:09 pm IST)