Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગોંડલ માર્કેટ યાર્ડમાં ચેકીંગ ગેરવર્તણૂકને લઈ મજૂરોની હડતાલઃ સત્તાધીશોએ મધ્યસ્થી કરતા હડતાલ સમેટાઈ

ગોંડલ, તા.૨૨: ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલ મજૂરો લઈ જતાં હોવાની ફરિયાદને લઈને માર્કેટ યાર્ડમાં દરેક મજૂરો વેપારીઓ સહિતના લોકોની ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા મજૂરો રોષ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા જેને લઈને માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વાઈસ ચેરમેન કનકસિંહ જાડેજા સહિતના સતાધીશો, દલાલ મંડળ પ્રમુખ, મજૂર એસોસિયેશન પ્રમુખ, હોદેદારો સાથે માર્કેટ યાર્ડની ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મજૂર એસોસિયેશનને માર્કેટ યાર્ડના કર્મચારીઓને ચેકીંગના બહાને ગેરવર્તુણુંક નહી કરવાની કરેલ માંગ સ્વીકારી લેતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મજૂરોની હડતાલ સમેટાઈ જવા પામી હતી. આ સાથે જ આવતીકાલ તા.૨૧ના રોજ ફરી ગોંડલ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ધમધમતું થશે તેવું માર્કેટ યાર્ડના સતાધીશોએ જણાવેલ હતું.

(10:04 am IST)