Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વાંકાનેરઃ જુના પાદરવાળા શ્રીહનુમાનજી મંદિરે ધુન-ભજન

વાંકાનેરઃ ત્રંબાના જૂના પાદરવાળા શ્રી હનુમાનજી મંદિર ખાતે સંગીતમય ' સુંદરકાંડ'ના પાઠ, શ્રી હનુમાન ચાલીસા, ધૂન, સંકીર્તન, યોજાયેલ હતા જેમાં 'જયશ્રી ભોલેબાબા ગ્રુપ' રાજકોટ શ્રી અલ્કેશભાઈ સોની ( જોડિયાવાળા ) તેમજ તેમનું ભોલેબાબા ગ્રુપ , રાજકોટ તથા શ્રી કષ્ટભંજન મંદિર, પરસાળા નગર, રાજકોટના શ્રી દિલીપભાઈ ત્રિવેદી તેમજ તેમનું ગ્રુપ, બન્ને ગ્રુપના સાઈઠ જેટલાં ભાવિક ભકતજનોએ અનેરા સંગીતની સહેલી સાથે વિધ વિધ ઢાળમાં શ્રી સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સંકીર્તનની રંગત જમાવેલ હતી.

(11:32 am IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST