Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જૂનાગઢમાં છેતરપીંડી કરનારા વાણંદ પરિવારના ત્રણ સભ્યો ૭ દિ' રીમાન્ડમાં

જૂનાગઢ, તા.૨૨: જૂનાગઢ શહેર ખાતે જુદા જુદા આશરે ૧૦૦ જેટલા વ્યકિતઓના રૂપિયા પોસ્ટ ખાતામાં, બેન્ક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસદ્યાત છેતરપિંડી નો ગુન્હો નોંધવામાં આવેલ છે. આ ગુન્હાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાસકાંઠા ખાતેથી રાઉન્ડ અપ કરી, સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા, અટક કરવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, હે.કો. ભગાભાઈ, મેહુલભાઈ, નારણભાઇ, કૈલાશભાઈ, ચંદ્રેશભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ ર્ંઆરોપીઓ (૧) ભરતભાઇ નારણભાઇ પરમાર વાળંદ ઉવ. ૫૫ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ, (૨) તુષાર ભરતભાઇ પરમાર વાળંદ ઉવ. ૨૫ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ તથા (૩) ભારતીબેન વા/ઓ ભરતભાઇ નારણભાઇ પરમાર વાળંદ ઉવ. ૫૨ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢની સઘન પૂછપરછ હાથ ધરી, પકડાયેલ આરોપીઓ દ્વારા લોકોના લીધેલ લાખો રૂપિયા કયા કયા વાપરેલા છે..? કયાં કયાં રોકાણ કરવામાં આવેલ છે...? વિગેરે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, કોર્ટમાં રજૂ કરી, દિન ૧૪ ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા, કોર્ટ દ્વારા દિન ૦૭ ના પોલીસ રીમાન્ડ મંજુર્રં કરવામાં આવેલ છે.

(11:37 am IST)