Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

લોધીકા તાલુકામાં ૪ કરોડ ર૦ લાખના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય સાગઠિયા

 લોધીકા તાલુકાના ૪ કરોડ ર૦ લાખના લોકાર્પણ તથા ખાતમુહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના હસ્તે કરવામાં આવેલ. આ તકે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મનહરભાઇ બાબરીયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો.સંઘના ડિરેકટર મનસુખભાઇ સરધારા, મહામંત્રી મોહનભાઇ ખુંટ, દિલીપભાઇ ફુંગશિયા, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઇ દાફડા, રા.લો.સંઘના ડિરેકટર મુકેશભાઇ તોગડીયા, પૂર્વ તાલુકાના પંચાયત પ્રમુખ અનિરૂદ્ધસિંહ ડાભી, ચાંદલી છાત્રાલય પ્રમુખ છગનભાઇ મોરડ આર.ડી.સી. બેન્કના ડિરેકટર બકુલસિંહ જાડેજા, રા.લો.સંઘના વાઇસ ચેરમેન સંજયભાઇ અમરેલીયા, પૂર્વ કારોબારી ચેરમેન દિનુભા જાડેજા, લાખાભાઇ ચોવટીયા, વેલુભા મોટાવડા, ભીમસિંહજી, મનુભાઇ, લોધીકા ગ્રામ પંચાયત સરપંચ, જેન્તીભાઇ વસોયા, રાજભા જાડેજા, ભરતભાઇ ખુંટ, બિદુભા જાડેજા, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર શ્રી રાણાવસિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી સોમપુરા મેડમ, અન્ય અધિકારીઓ ગ્રામજણા સરપંચ શ્રી હાજર રહ્યા તાલુકા ભાજપ સંગઠનના પદાધીકારીઓ હાજર રહ્યા હતા.જેમાં ડોડી નદી ઉપર પુલ બાંધવાનું કામ મોટાવડા ૧,પ૦,૦૦,૦૦૦, વાસીયાવાડી નદી ઉપર પુલ બાંધવાનું કામ, ખીરસરા, ર,૪૦,૦૦,૦૦૦, ખાંભા ગામે સુવિધા પથના રોડથી હરીજન મનજીભાઇ ચનાભાઇના ઘરથી વિજયભાઇ ઉકાભાઇના ઘર તરફ પેવર બ્લેકનું કામ. ખાંભા ૧,૦૦,૦૦૦, રાવકી ગામે અનુ.જાતિ ૧૦૦ ચો.વાર ગામતળમાં સી.સી.રોડનું કામ, રાવકી પ,૦૦,૦૦૦, જેતાકુબાથી કોઠા પીપળીયા જતા કાચા માર્ગ પર આવેલ કોઝ-વે વે નવો બનાવવાનો કામ, જેતાકુબા ૩,પ૦,૦૦૦, હરીપર (ત) ગામે રામજીભાઇ મેઘજીભઇના ઘરથી સલીમભાઇ ઓસમાણભાઇની વાડી સુધી ભુગર્ભ ગટરનું કામ હરીપર (ત) ર,૦૦,૦૦૦, હરીપર(ત) ગામે કબ્રસ્તાનમાં ઘટતી કમ્પાઉન્ડ વોલનું કામ હરીપર (ત) ૧,પ૦,૦૦૦, લક્ષ્મી ઇટાળા ગામે સરપદડના રસ્તે કોઝ-વેનું કમ. લક્ષ્મી ઇટાળા, ર,૦૦,૦૦૦, લોધીકા ગામે વાંજા વાસની આંતરિક શેરીમાં સી.સી.રોડનું કામ લોધીકા ર,૦૦,૦૦૦, મોટાવડા ગામે પેટા આરોગ્ય કેન્દ્રની કમ્પાઉન્ડ વોલનું કામ, મોટાવડા ર,૦૦,૦૦૦, માખાવડ ગામે રણછોડ અરજણના ઘરથી બાબુ ગોકળના ઘર તરફ પેવર બ્લોકનું કામ. માખાવડ ૧,પ૦,૦૦૦, માખાવડ ગામે અનુ.જાતિ સ્મશાનમાં પેવર બ્લોકનું કામ. માખાવડ પ૦,૦૦૦ નો સમાવેશ થાય છે.

(11:39 am IST)