Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાજુલાના હિંડોરણા ગામે પ્રૌઢા ઉપર પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો

અમરેલી તા. રર :.. રાજુલા તાલુકાના હિંડોરણા ગામે મફતપરા પ્લોટ વિસ્તારમાં રહેતી રંજનબેન જીતુભાઇ પરમાર દેવીપૂજક ઉ.૪પ ને તેના પતિ સાથે છૂટાછેડા થઇ ગયેલ હોય. હિંડોરણા  ગામે એકલા રહેતા હોય તે વખતે રાજુલાના ફિરોજ કાઇમહમદ દલ સાથે પ્રેમ સબંધ થઇ જતા તેઓ પતિ-પત્નીની જેમ રહેતા હોય. ત્યારબાદ છેલ્લા છ એક મહિનાથી પ્રેમ સબંધ રાખવો ન હોય. છતાં પણ પ્રેમી ફિરોજે પ્રેમ સબંધ રાખવાનું જણાવી એકલતાનો લાભ લઇ મહિલાના ઘરે જઇને શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ખાખરીયાની સીમમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

ખાખરીયા સીમમાં જયસુખભાઇ વાલજીભાઇ કાચેલા (ઉ.૩૪) ને તેમની માતા શારદાબેને ખેતરમાં જીરૂના પાકમાં જંતુનાશક દવા છાંટવાનું જણાવતા સારૂ નહિ લાગતા. પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયાનું લાભુભાઇ વાલજીભાઇ કાચેલાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

રાજુલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતાં મોત થયું

રાજુલા બાવળીયા વાડીમાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ લાખાણીને છેલ્લા રપ વર્ષથી દારૂ પીવાની ટેવ હોય. અને માતા સાથે અવાર-નવાર ઝગડો થતો હોય જેથી પોતે પોતાની મેળે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પુત્ર મલીકભાઇ લાખાણીએ રાજૂલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ચાર મોબાઇલની ચોરી

સાવર કુંડલાથી ધજડી રોડ ઉપર તા. ૧૬-૧ ના રાત્રીના દડુભાઇ નાનજીભાઇ બારૈયા મુળ પટવા હાલ બાઢડા મનસુખભાઇ પટેલની વાડીમાં ધજડી રોડ પર ઝૂપડા નજીક બહાર આવેલા ઇલેકટ્રીક વિજ  પાવરનો વાયર અને પીન પ્લગ સાથે લેમ્પ હોય. તે જગ્યાએ પોતાના અને દિકરા તેમજ સબંધીઓના ચાર મોબાઇલ ચાર્જમાં રાખેલ હતાં. તે રૂ. ૧ર,પ૦૦ ની કિંમતના કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયાની સાવરકુંડલા  રૂરલ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(12:54 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST