Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જામનગરમાં સાસરીયાઓ દ્વારા પરણીતાને દુઃખ ત્રાસ આપી જાનથી મારી નાખવાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: મહિલા પોલીસ સ્ટેશનમાં પ્રિયાબેન પરીમલભાઈ ઠાકર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૧ર–ર૦૧પ થી આજદિન સુધી અવારનવાર આરોપી પતિ પરીમલભાઈ શરદભાઈ ઠાકર, સાસુ રેખાબેન શરદભાઈ ઠાકર, સસરા શરદભાઈ નાનાલાલ ઠાકર, રે. ધ્રાંગધ્રા ગામવાળા એ ફરીયાદી પ્રિયાબેનના લગ્ન જીવન દરમ્યાન અવાર – નવાર નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી ગંદી ગાળો બોલી ઘરકામકાજ બાબતે મેણાટોણા મારી તથા ફરીયાદી પ્રિયાબેનને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી તથા દહેજની માંગણી કરી ફરીયાદી પ્રિયાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહ શિવરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મછલીવડ ગામથી નાની ભગેડી ગામ જવાના કાચા રસ્તે આરોપી હકાભાઈ રવાભાઈ ટારીયા, રે. નાની ભગેડી ગામવાળા ગેરકાયદેસર પાસ પરમીટવગર પોતાના કબ્જા ભોગવટાનો ઈંગ્લીશ દારૂની શીલ તુટેલ બોટલ જેમાં આશરે ૬૦૦ એમ.એલ.જેટલો દારૂ ભરેલ હોય બોટલ નંગ–૧, કિંમત રૂ.૪૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરાયું

સીટી એ પોલીસ સ્ટેશનમાં હિરેનભાઈ ભુપતભાઈ નાનણી એ ફરીયાદ નોંધાવી છે કે, લાખોટા તળાવ ગેઈટ નં.૪ ની બહાર ફરીયાદી હિરેનભાઈએ પોતાનું મોટરસાયકલ સુઝુકી કાળા કલરનું જેના રજી.નં.જી.જે.–૧૦–ડી.એચ.–૭૧૦૦ જેની હાલની કિંમત રૂ.પ૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પરણિતાને દહેજ બાબતે સાસરીયાઓએ

દુઃખ ત્રાસ આપ્યાની રાવ

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં સ્વાતીબેન બસંતકુમાર સૈની એ ફરીયાદ નોંધાવી છે કે, સહાનપુર–ર, સી–૧ર૩, હકીકતનગર થાના સદર બજાર (યુ.પી.) માં આરોપી પતિ– વિશાલ નરેન્દ્ર મજીઠીયા, સસરા– નરેન્દ્ર બારૂસીંગ મજીઠીયા, સાસુ–વેદનાબેન નરેન્દ્ર બારૂસીંગ મજીઠીયા, રે. બધા યુ.પી.વાળા એ એકસંપ કરી ફરીયાદી સ્વાતીબેન પાસેથી લગ્નના પ્રથમ દિવસથી રોકડ રકમ તથા ચીજવસ્તુઓની માંગણી કરી દહેજ બાબતે અવાર–નવાર મેણાટોણા મારી એકબીજાની મદદગારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ફરીયાદી સ્વાતીબેનને પહેરેલ કપડે ઘરેથી કાઢી ગુનો કરેલ છે.

તરસાઈ ગામે રહેણાક મકાનમાંથી રોકડની ઉઠાતરી કરતો તસ્કર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કૌશીકભાઈ વિનોદરાય જોષી એ ફરીયાદ નોંધાવી છે કે, રામ મંદિર પાસે તરસાઈ ગામે ફરીયાદી કૌશીકભાઈના મકાનમાં કોઈ અજાણ્યો ચોર ઈસમે મકાનના બહારના દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં બેઠકમા રહેલ કબાટનો લોકર તોડી રોકડા રૂ.પ,૦૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બિમારીથી વૃઘ્ધનું મોત

અહીં ગુલાબનગર, મોહનનગરમાં રહેતા કેયુરભાઈ રમેશભાઈ છાપીયા એ સીટી ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર રમેશભાઈ ગોકલદાસ છપીયા, ઉ.વ.૬૯, રે. તેજપ્રકાશ સોસાયટી, ધનવંરી ગ્રાઉન્ડ સામે, જામનગરવાળા છેલ્લા દશ વર્ષથી ડાયાબીટીશની બીમારી હોય અને આજરોજ અચાનક શ્વાસ લેવાની તકલીફ પડતા બી.પી.લો થઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ –પ૮, હિંગળાજચોક, જામનગરમાં આરોપી હિરેન રમેશભાઈ ડોડીયા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટવગર પોતાના કબ્જા ભોગવટાનો ઈંગ્લીશ દારૂની  બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે.

(12:59 pm IST)
  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST