Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જામનગરમાં અયોધ્યા રામમંદિર માટે રૂ.૧૬,૬૬,૫૦૦નું દાન અર્પણ

શ્રી પ નવતનપુરીધામ ખીજડા મંદિર પુષ્ટીમાર્ગીય મોટી હવેલી, અણદાબાવા સેવા સંસ્થા દ્વારા ચેક અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) છોટી કાશી ગણાતા જામનગરમાં શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે જામનગરની મુખ્ય ત્રણેય ધાર્મિક સંસ્થાઓ દ્વારા ૧૬ લાખ હજાર ૬૬૫ રૂપિયાનું દાન નિધિ સમર્પણ સમિતિને અર્પણ કરાયું છે..

જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય ની આચાર્ય પીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર તરફથી રૂપિયા ૫,૫૫,૫૫૫ (પાંચ લાખ પપહજાર ૫૫૫)નું દાન ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ, લક્ષ્મણ દેવજી મહારાજ અને ટ્રસ્ટીઓ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે દાન નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

પુષ્ટિમાર્ગીય મોટી હવેલી જામનગરના ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા પણ તેઓના પરિવાર અને સંસ્થા દ્વારા રૂપિયા ૫,૫૫,૫૫૫/ ના દાન ના ચેકો અર્પણ કરવામાં આવ્યા છે.. આ ઉપરાંત જામનગરની અણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા પણ રૂપિયા ૫,૫૫,૫૫૫/ નું દાન ચેક દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે નિધિ સમર્પણ સમિતિને આપવામાં આવ્યું છે... જામનગરની મુખ્ય ત્રણેય ધાર્મિક સંસ્થાઓએ એકીસાથે રૂપિયા ૧૬ લાખ ૬૬ હજાર ૬૬૫નું અનુદાન શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે દાનની સરવાણી વહાવવામાં આવી છે આ તકે ધર્મગુરુઓએ વિવિધ લોકોને પણ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાંં સહયોગ આપવા મુકત મનેે દાન આપવા અપીલ કરી છે.

આ તકે ત્રણેય ધાર્મિક સંસ્થાઓના મહંતોનું વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ દ્વારા સ્મૃતિ ચિન્હ આપી બહુમાન પણ કરાયું હતું. (તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(1:07 pm IST)