Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો રાઉન્ડ શરૂ :જીલ્લામાં 33 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

બીજા તબક્કામાં ખેડૂતોનો ધસારો : અત્યાર સુધીમાં 7621 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું

જામનગર સહીત રાજ્યભરમાં લાભ પાંચમથી શરુ થયેલ ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરુ થયો છે. જેમાં જામનગર જીલ્લામાં 33 હજાર ઉપરાંત ખેડૂતોએ ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું..જેમાં અત્યાર સુધીમાં 7621 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે.

બીજા તબક્કામાં ખેડૂતોનો ધસારો વધારે દેખાઈ રહ્યો છે. મહત્વનું છે કે વાવાઝોડા અને માવઠાની આગાહી વચ્ચે ખરીદ પ્રક્રિયા મોકૂફ રખાઇ હતી. જે ફરી શરૂ થઇ છે. પ્રથમ તબક્કામાં ઓપન બજારમાં સારા ભાવના કારણે ખેડૂતોએ ખરીદ પ્રક્રિયામાં નહીવત રસ દાખવ્યો હતો.જયારે બીજા તબક્કામાં ખેડૂતોએ રસ દાખવતા હાલ જામનગર યાર્ડ મગફળીથી છલકાયું છે. જેમાં પાછોતરા વાવેતર વાળા ખેડૂતો હાલ મગફળી વેચવામાં ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં ઓછું રીજેકશન અને ટુકા સમયમાં પેમેન્ટ મળી જતું હોવાથી ખેડૂતો ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં ઉત્સાહ બતાવી રહ્યા છે

(11:44 pm IST)