Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડા પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા : જસદણના સાણથલીમા રસ્તા ઉપરથી પાણી વહયા : ભર શિયાળે માવઠું વરસતા ખેડૂતોને ઉપાધી

રાજકોટ તા.૨૨       રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ઠંડા પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા છે.ભર શિયાળે માવઠું વરસતા ખેડૂતોને ઉપાધી થઈ છે.

શ  રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા આ ઉપરાંત જામનગર અને અમરેલીમાં પણ આજે સવારે કમોસમી છાંટા વરસ્યા છે.

                         આટકોટ

( વિજય વસાણી દ્વારા) આટકોટ: આજે સવારે જસદણના સાણથલીમા પણ વરસાદ વરસતા રસ્તા ઉપરથી પાણી વહયા હતા નેવા ઉપરથી પાણી પણ વહયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

                    જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર: જામનગરમા  ફરી એક વખત માવઠું પડ્યુ છે.જામનગરના અમુક વિસ્તારમાં વહેલી સવારે ઠંડા પવન સાથે છૂટો છવાયો  વરસાદ પડ્યો હતો.

                     અમરેલી

( અરવિંદ નિર્મળ દ્વારા )અમરેલી: અમરેલીમાં ગઈકાલ રાત્રીથી હવામાનમાં પલટો આવ્યો છે અને પવનના સુસવાટા સાથે આજે સવારે કમોસમી છાંટા વરસ્યા હતા જેના કારણે રસ્તાઓ ભીના થઇ ગયા હતા

(10:48 am IST)